બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની 89મી જન્મજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી

દરેક જાપ આરાધકને રૂા.100ની પ્રભાવના અપાઇ: વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ તીર્થસ્વરૂપા વચન સિદિયક્ત બા.બ્ર.પૂ.શ્રી ઇન્દુબાઇ મહાસતીજીની 89મી જન્મજયંતિ પ્રસંગે બુધવાર શરદપૂનમના સવારે 6 વાગ્યાથી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામની ઇન્દુબાઇ મહાસતીજી ચોક સુધી માનવોની કતારો લાગી હતી. માનવતાના મહાસાગર સમા કરૂણાસાગર એવા પૂ.મોટા મહાસતીજીનો જન્મદિન હોવાથી ભૂખથી પીડાતા હજારો જીવોને ભોજન અપાયું. મુંગા પશુઓને અનુકંપાદાન તેમજ સહાય અપાઇ. અનેક દર્દોથી પીડાતા દર્દીઓને મેડીકલ સહાય આપવામાં આવી. ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, ગરીબ પરીવારને આર્થિક સહાય આપવામાં આવી હતી. રડતી આંખે આવેલા માનવ આનંદથી માણતા ગયા અને હસતા હસતા ગયા. આ તમામ સહાયના કાર્યો મોટા મહાસતીજીના પરમ ભક્તો તેમજ દિલાવર દાતાઓના સાથ અને સહકારથી ચાલી રહ્યું છે. આ તમામ સેવાના કાર્યો ટ્રસ્ટી મંડળ, સોનલ સેવા ગ્રુપ, સોનલ સહારા ગ્રુપના માધ્યમથી થઇ રહ્યા છે. પૂ.મોટા મહાસતીનો જન્મદિન એટલે હજારોના જીવનમાં આનંદની અનુભૂતિ. પૂ.ગુરૂણીમૈયાનો જન્મદિન શરદપૂનમની દિન આ ધરતી પર સેંકડો વર્ષોથી ભવ્યાતિભવ્ય અને દબદબાભેર ઉજવાય છે. આ દિવસે પરમ ગુરૂણી ભક્તો તરફથી અનેક માનવસેવા જીવદયા તેમજ અનેક ધર્મના કાર્યો કરવામાં આવ્યા હતા. આ કાર્યોથી નાલંદા તીર્થધામ ગાજી રહ્યું છે. ગુંજી રહ્યું છે તેમજ ધમધમી રહ્યું છે તેમજ શરદપૂનમની રળીયામણી રાતે 8 કલાકે ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામથી ઇન્દુબાઇ મહાસતીજી ચોક સુધી માનવ મહેરામણ ઉમટયું હતું. જૈન-જૈનેતરો આદિ માનવમેદની ઉમટી પડેલ હતી. માનવની લાંબી કતારો લાગી હતી. શરદપૂનમની ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે છે તેમ નાલંદા તીર્થધામ હેલે ચઢયું હતું. આ પ્રસંગેદાતાઓ-આગેવાનો-શ્રેષ્ઠીવર્યો-નાલંદા શ્રીસંઘના શાસન સેવકો એકધ્યાને એક ચિતે એકલયે ઉભા ઉભા ગુરૂણી ભક્તોએ હાજર રહી શરદપૂનમના દિવસે પૂ.મહાસતીજીના ચરણકમળમાં ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે
પૂ.મોટા મહાસતીજી હાજરાહજૂર હોય તેવો દિવ્ય અહેસાસ દરેકને થયો હતો. પૂ.મોટા મહાસતીજીના શુભ વાઇબ્રેસન્સનો દરેકને શાતાકારી અહેસાસ થયો હતો. આ પ્રસંગે રૂા.100 ની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈને-જૈનેતરો આદી હજારો માણસોની લાંબી કતારો લાગી હતી. પૂ.મોટા મહાસતીજીના દિવ્યજાપનો દિવ્ય અહેસાસ દરેકને સાધકને થયો હતો. આ પ્રસંગે અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, નિલેશભાઇ શાહ, પ્રદીપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, ભૂપેન્દ્રભાઇ મહેતા, હિમાંશુભાઇ શાહ, સોનલ સેવા ટીમ રાજુભાઇ મોદી, નિરવભાઇ સંઘવી, ચિરાગભાઇ કોઠારી, દિપેનભાઇ મહેતા, પારસ કાનમેરીયા, પારસભાઇ મોદી, સી.એમ.શેઠ, મનોજભાઇ ડેલીવાળા, સુશીલભાઇ ગોડા, પ્રતાપભાઇ વોરા આદિએ ખાસ હાજરી આપી હતી. આજે સવારે આખી આયંબિલની ઓળી કરનાર તપસ્વીઓના પારણા તથા બહુમાન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. દરેક તપસ્વીને બહુમાનરૂપે રૂા.1210 આપવામાં આવેલ હતા તથા રાત્રે જાપ આરાધકને પ્રભાવના રૂા.100 આપવામાં આવેલ હતી. દિવ્યજાપ પ્રસંગે સુનિલભાઇ શાહ, ધીરજભાઇ ભરવાડા, મહેશભાઇ મહેતા, દિપકભાઇ પટેલ આદિ અનેક શ્રેષ્ઠીવર્યોએ ઉપસ્થિત રહી ભાવવંદના કરી હતી. પારણા દાનરત્ના શારદાબેન મોદી તરફથી છે. આ પ્રસંગે ભરતભાઇ શાહ, અમીબેન શાહ, મિહિરભાઇ - સલોનીબેને ખાસ હાજર રહી ભાવવંદના કરી હતી.

રિલેટેડ ન્યૂઝ