રાજકોટ તા.21 : વોર્ડ નં.11માં સમાવેશ થતો વિસ્તાર બાલકદાસ સોસાયટીમાં કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજાની ગ્રાન્ટની રકમ રૂા.1,76,000 રકમમાંથી લાભ પાંચમના શુભ અવસરેથી રોડ મેટલીંગ કામનું
ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે તેમના સાથી કોર્પોરેટર પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેર તેમજ વસંતબેન માલવી હાજર રહેલા. તેમજ આ વિસ્તારના લોક સમુહ જેમાં અમરશીભાઈ પરમાર તેમજ સોસાયટીના સભ્યચનાભાઈ પરમાર, જેઠાભાઈ પરમાર, મગનભાઈ, વિજયભાઈ, દિપકભાઈ, તુષારભાઈ, ભરતભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, દેવજીભાઈ, ધનાભાઈ, માધાભાઈ, શારદાબેન, અંબાલાલ તેમજ મયુરભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.