બદલી, મેડીકલ વેસ્ટ મુદ્દે કારોબારી ચેરમેનની તડાફડી

રાજકોટ તા,4
60 દિવસના લોકડાઉન બાદ આજે મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક તોફાની બની હતી. જિલ્લા પંચાયતમાં બદલી અને મેડીકલ વેસ્ટ મેદ્દે કારોબારી ચેરમેને આરોગ્ય અધિકારીનો ઉધડો લીધો હતો.
કારોબારી ચેરમેન કે.પી. પાદરીયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કારોબારીની જાણ વગર બારોબાર વહિવટ થતા હોવાની ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. અંધારામાં રહીને અધિકારીઓ દ્વારા
પાડવામાં આવતા ખેલનો ઘટસ્ફોટ કરી સરેઆત કહ્યું હતું કે ચેરમેનને ખબર પડતી નથી એવું નથી બધી ખબર છે!!
ચોમાસામાં બદલીની મનાઈ હોવા છતાં પણ માનસી નામની એક મહિલા કર્મચારીની બદલી કરવામાં આવી હતી.
તેમજ મેડીકલ વેસ્ટની નીકાલની કામગીરી કયાં પહોંચી અને આરોગ્ય તંત્ર શું કામ કરે છે તેની વિગત માંગી હતી. આ અંગે આરોગ્ય અધિકારી દ્વારા એવું જણાવાયું હતું કે મેડીકલ વેસ્ટ માટેનું ટેન્ડર મંજુર કરી દેવાયું છે. માત્ર વહિવટી પ્રક્રિયા બાકી છે. જયારે મહિલા કર્મચારીની બદલી ડીડીઓની સૂચનાથી કરવામાં આવી છે અને તે વહિવટી પ્રક્રિયા છે.
કારોબારી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ
અધિકારીના બંગ્લોઝ તથા જિલ્લા પંચાયત કચેરીના સીક્યુરીટી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ. જેમાં રોયલ સીક્યુરીટી જસદણના રૂ. 1878708 વાર્ષિક ભાવો મંજૂર થયેલ છે જેને બે વર્ષ માટે મંજુરી આપવામાં આવી છે.
જસદણ તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયત બિલ્ડીંગના કામો પુરા કરવાની મુદત 5/11/2019 હતી. પરંતુ જમીન મળવામાં વિલંબ થવાના કારણે આ કામોની મુદત 5/5/2020 સુધી વધારવા માટે અધિક્ષક ઈજનેરની કક્ષાએથીમંજુરી મળેલ. આ કામો વધારાની મુદતમાં પુરા થયેલ છે જેને મુદત વધારો આપવામાં આવેલ છે.
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં તા.25/3/2020થી તા.31/4/2020 સુધી લોકડાઉન જાહેર થતા આવશ્યક અને તાત્કાલીક સેવા સાથે
સંકળાયેલ કચેરીઓ સિવાયની તમામ કચેરીઓ બંધ થયેલ હોવાથી સ્વભંડોળ બજેટના જે કામો સ્થગિત થઇ ગયેલા તે તમામ કામો માટે બાકી રહેતી વહિવટી પ્રક્રિયા પુરી કરી આગામી વર્ષમાં આ તમામ કામો પુરા કરવા મંજુરી આપવામાં આવેલ છે.
પડધરી તાલુકાની જુદી જુદી ગ્રામ પંચાયત બિલ્ડીંગના કામો પુરા કરવાની મુદત 13/2/2019 હતી. પરંતુ જમીન મળવામાં વિલંબ થવાના કારણે આ કામોની મુદત 13/5/2019 સુધી વધારવા માટે અધિક્ષક
ઈજનેરની કક્ષાએથી મંજુરી મળેલ.
આ કામો વધારાની મુદતમાં પુરા થયેલ ન હોય મુદત વધારો મંજુર કરવામાં આવેલ છે.
પડધરી તાલુકાના ઓટાળા-દહીસરડા-ખોડાપીપર રોડ પર પુલનું કામ પુરા કરવાની મુદત 27/3/2019 હતી.
પરંતુ ગાંધીનગર તરફથી પીયર કેપ અને એબટ કેપ તથા સ્લેબની ડીઝાઈન મોડી મળવાના કારણે કામમાં વિલંબ થયેલ. આ કામોની મુદત 26/7/19 સુધી વધારવા માટે અધિક્ષક ઈજનેરની કક્ષાએથી મંજુરી મળેલ. આ કામો વધારાની મુદતમાં પુરા થયેલ ન હોય મુદત વધારાની મંજુરી આપવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ