બજારોમાં ટોળે વળેલા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માટે માઈકથી સૂચના

કર્ફયૂ પૂર્વે ખરીદીમાં નિકળી પડતાં લોકોને પોલીસે સમજાવ્યા

રાજકોટ શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છે ત્યારે કોઈપણ ભોગે કોરોનાને અટકાવવા માટે તંત્ર સઘન પ્રયાસો હાથ ધરી રહી છે પરંતુ તેમ છતાં ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હોય અને ત્યાં ગ્રાહકો અને વેપારીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા ન હોય તેવી માહિતી મળતા ટ્રાફિક પીઆઇ એસ એન ગડુ અને સ્ટાફ દોડી ગયો હતો અને માઈક મારફતે લોકો અને વેપારીઓને માસ્ક ફરજીયાત પહેરવા અને કોઈપણ દુકાને ભીડ એકઠી ન કરવી તેવી અપીલ કરી હતી આ ઉપરાંત જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તે લોકોને દંડફટકાર્યો હતો તેમજ વેપારીઓને સરકારે જાહેર કરેલી ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરી હતી હાલના સમયમાં સાવચેતી જ સાચો ઉપાય હોય દરેક લોકોને કોરોનાથી બચવા તંત્ર દ્વારા સૂચવેલા નિયમોનું પાલન કરવા
અપીલ કરવામાં આવી છે. (તસ્વીર: દિવ્યરાજસિંહ સરવૈયા)

રિલેટેડ ન્યૂઝ