પોલીસ ભરતી કૌભાંડમાં બંટી-બબલીનો સાગરીત ઝડપાયો

એન.આર.આઈ. ક્રિષ્ના સાથે દિલ્હીના ઠગ આરિફની ઓળખાણ નાઈરોબીમાં થઈ હતી: બન્નેએ પૈસા ભેગા કરવા સાથે જ ષડયંત્ર રચ્યું

પોલીસ ભરતીમાં શારીરિક કે લેખિત પરીક્ષા આપ્યા વગર સીધો જ જોઈનિંગ ઓર્ડર અપાવી દેવાની લાલચ આપી એક ડઝન જેટલા ઉમેદવારો પાસેથી 15 લાખ ખંખેરી લેનાર બંટી અને બબલીની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યા બાદ એનઆરઆઇ યુવતીના સાગરીતની દિલ્હી ખાતેથી પોલીસે ધરપકડ કરી બંધબારણે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છ.ે ત્યારે પોલીસ ભરતી કૌભાંડમાં વધુ ધડાકા ભડાકા થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.
આ અંગેની મળતી વિગત મુજબ લોક રક્ષક અને
પીએસઆઇની તૈયારી કરતાં એક ડઝન જેટલા બેરોજગાર યુવક, યુવતીઓને પોતાની જાળમાં ફસાવી કેન્દ્રીય મંત્રીની ભત્રીજીની ઓળખાણ આપી એનઆરઆઇ ક્રિષ્ના ભરડવા અને તેના પ્રેમી જેનીશ પરસાણાએ જૂદી -જૂદી હોટલમાં બેકાર યુવક, યુવતીઓને બોલાવી 15 લાખ ખંખેરી લીધા હતા.
આ કૌભાંડનો ગાંધીગ્રામ પોલીસે પર્દાફાશ કરી પ્રેમીયુગલ ક્રિષ્ના ભરડવા અને જેનીશ પરસાણાની ધરપકડ કરી 7 દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં
રજૂ કરતા અદાલતે બન્ને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
બીજીબાજુ એનઆરઆઈ ક્રિષ્ના ભરડવાએ આપેલી કબુલાતના આધારે તેના સાગરીત દિલ્હી ખાતે રહેતો હોય પોલીસની એક ટીમ દિલ્હી દોડી જઈક્રિષ્નાના સાગરીત આરીફની ધરપકડ કરી રાજકોટ લઇ આવ્યા હતા.
પોલીસ સકજામાં સપડાયેલા આરીફની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બંધબારણે પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. જેમાં આરીફ અને
ક્રિષ્ના નાઈરોબી હતા ત્યારે એક કોમન મિત્ર દ્વારા પરિચયમાં આવ્યા બાદ બે વર્ષ પહેલા બન્ને સાથે વતન ભારત આવ્યા હતા.
બાદમાં આરીફને પૈસાની જરૂરિયાત ઉભી થતાં ક્રિષ્નાએ તેને આર્થિક મદદ કરી
પોતાની જાળમાં ફસાવ્યા બાદ છ માસ પહેલા ભરતી કૌભાંડ આચરવાનું નકકી કરી આરીફને તેમાં સામેલ કર્યો હતો.
આરીફ ત્રણેક વખત રાજકોટ આવ્યો હતો અને તેને કેન્દ્રીય મંત્રીના વહીવટદાર તરીકે હોટલમાં રજુ
કરી બેરોજગાર યુવક, યુવતીઓ સાથે ઓળખાણ કરાવી પૈસા ખંખેરી લીધા હતા.
એનઆરઆઈ ક્રિષ્નાએ બેરોજગાર યુવક, યુવતીઓ પાસેથી મળેલા પૈસામાંથી અમૂક રકમ આંગડીયા પેઢી મારફત દિલ્હી આરીફને ટ્રાન્સફર કર્યા
હતા જે પૂરાવા પણ પોલીસે એકત્રિત કર્યા છે.
આ બનાવની તપાસ ડીસીપી મનોહરસિંહ જાડેજાની આગેવાની હેઠળ પીઆઈ ખુમાનસિંહ વાળા, પીએસઆઈ જનકસિંહ રાણા, હીરાભાઇ ખોડુભા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ