પોતાની વાતો કરનારનો વીડિયો ઉતારનાર મહિલા ઉપર મહિલા સહિત બે નો હુમલો

જેલમાં ભૂખ હડતાલ કરી રહેલા બે કેદીની ફરિયાદ: તબિયત લથડતા સારવારમાં ખસેડાયા

રાજકોટ તા. 21: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ હરસિધ્ધીધામ સોસાયટી-2માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં નેહાબેન નરેન્દ્રભાઇ જૈન (ઉ.વ.39)ને તેની બાજુની જ દિવાલે આવેલુ મકાન ખરીદનાર શિતલબેન અને અન્ય પડોશી અશોકભાઇએ મળી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
નેહાબેનના કહેવા મુજબ હું અને મારા પતિ બંને પ્રાઇવેટ નોકરી કરીએ છીએ. અમારી બાજુનુંએક જ દિવાલે આવેલુ મકાન શિતલબેને ખરીદ કર્યુ છે અને
હાલમાં ત્યાં રિનોવેશનનું કામ ચાલુ કર્યુ છે. તેના કડીયાએ સાંજે મારી સાથે માથાકુટ કરી હોઇ મેં પોલીસમાં અરજી કરી હતી.
એ પછી શિતલબેન અને પડોશી અશોકભાઇ તેના ફળીયામાં ઉભા ઉભા મારી વાતો કરતાંહતાં. શિતલબેને એવું કહેતાં હતાં કે હું રહેવા આવી જાવ પછી આનો ગોઠણ ભાંગી નાંખવો છે…એ બંનેની વાતનું મેં છુપી રીતે મારા મોબાઇલ ફોનમાં રેકોર્ડિંગ કરી લેતાં તેને ખબર પડી જતાં માથાકુટ કરી મને માર
માર્યો હતો. મારો મોબાઇલ ફોન પણ હાથમાંથી ઝૂંટવી રોડ પર ફેંકી દીધો હતો. નેહાબેનના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટ જેલમાં રખાયેલા મોરબીના 307ના ગુનાના કેદી રમેશ જેઠાભાઇ ચાવડા (ઉ.વ.40)
તથા અમરેલીના કલડીના 302ના ગુનાના કેદી સુરેશ ધનજીભાઇ ચાવડા (ઉ.વ.40) પોતાને અલગ અલગ મામલે સતત અન્યાય થઇ રહ્યાના મુદ્દે કેટલાક દિવસોથી જેલમાં ભુખ હડતાલ કરી રહ્યા હોઇ વધુ એક વાર તબીયત બગતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. અગાઉ પણ બબ્બે વખત આ બંનેને સારવાર અપાવાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ