પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત બીજા દિવસે વધારો

16 પૈસા અને 23 પૈસા મોંઘું થતા પેટ્રોલનો 78.60 અને ડિઝલનો રૂા.76.09 ભાવ

પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. પેટ્રોલમાં આજે 16 પૈસા અને ડિઝલમાં 23 પૈસાનો વધારો થતા રાજકોટમાં આજે પેટ્રોલ રૂ.78.60 અને ડિઝલ રૂ.76.09ના ભાવથી વેચાણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા છેલ્લા 3 મહિનામાં એકપણ દિવસ ભાવ વધારો કરવામાં આવ્યો હતો નહી જયારે છેલ્લા બે દિવસથી ભાવ વધારોકરવામાં આવી રહ્યો છે છેલ્લા પણ મહિનાથી રૂ.78.26 પેટ્રોલ અને ડિઝલનું રૂ.75.61ના ભાવથી વેંચાણ થતુ હતું. જેમાં ગઈકાલે પેટ્રોલમાં 18 પૈસાનો વધારો થયો હતો અને ડિઝલમાં 25 પૈસાનો વધારો થતા કમશ રૂ.78.44 અને 75.86 ભાવ
થયો હતો જયારે આજે પેટ્રોલમાં 16 પૈસા અને ડિઝલમાં 23 પૈસાનો વધારો થતા રાજકોટમાં કમ્રશ રૂ.78.60 અને રૂ.76.09 પ્રતિલીટરના ભાવથી વેંચાણ થઈ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ