પડધરીમાંથી બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે ટ્રક સાથે બંનેને ઝડપી લઈ 15.30 લાખનો મુદ્દામાલ જપ્ત

પડધરી નજીક ખંઢેરી સ્ટેડિયમ પાસેથી ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે ગાંજો અને ટ્રક મળી કુલ રૂા.15.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી ગ્રામ્ય એસઓજી
પીઆઈ એસએમ જાડેજા, પીએસઆઈ એચ.એમ.રાણા, જી.જે.ઝાલા, એએસઆઈ ભુપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઈ સમા, વિજય ચાવડા, હે.કો. જયવિરસિંહ રાણા, રણજીતભાઈ ધાંધલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ચોક્કસબાતમીના આધારે પડધરી નજીક ખંઢેરી સ્ટેડિયમ પાસેથી પસાર થતા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકની કેબિનમાં ડ્રાઈવર પાસે પડેલી થેલીમાંથી 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ટ્રક ચાલક
કાસમ અનવરભાઈ સાઈચા (રહે.સિક્કા જિ. જામગનર) તથા અસ્લમ ઈબ્રાહીમ ભાઈ માણેક (રહે.વાડીનાર તા.ખંભાળિયા)ને ઝડપીલ લઈ ગાંજાનો જથ્થો, ટ્રક અને મોબાઈલ નં.2 મળી કુલ રૂા.15.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગાંજાનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દે બંનેની પુછપરછ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ