પડધરીના ન્યારા ગામે સગીરાની છેડતી કરી ત્રણ શખ્સની ધમકી

પોલીસે દંપતી સહિત પાંચ સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી

પડધરીના ન્યારા ગામે રહેતા પરિવારના ઘરે મોડી રાત્રે જઈ ત્રિપુટીએ દરવાજો ખખડાવી યુવતીનો હાથ પકડી છેડતી કરતા બીજા દિવસે સમજાવવા જતા આરોપીના માવતરે થાય તે કરી લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દંપતી સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પડધરીના ન્યારામાં રહેતી 18 વર્ષીય યુવતીએ ગામમાં રહેતા સમીર આરીફ્લાઈ નોટીયાતર, દિનેશ મગનભાઈ સોલંકી, કરણ કનુભાઈ સીતાપરા, આરીફ નોટીયાતર અને તેની પત્ની સામે પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક દિવસ પૂર્વે પોતે ઘર પાસે બેઠી હતી ત્યારે ત્રણેય આરોપી સમીર, દિનેશ અને કરણે બાઇકથી બે ત્રણ વખત આટા માર્યા હતા અને 24 તારીખે મોડી રાત્રે ડેલી ખખડાવતા હું દરવાજો ખોલવા ગઈત્યારે સમીરે હાથ પકડી શરીર સ્પર્ષ કરતા મેં દેકારો કરતા મારા માં-બાપ અને ભાઈઓ જાગી જતા ત્રણેય બાઈક લઈ નાસી છૂટ્યા હતા. ફરિયાદી દ્વારા આરોપીને સમજાવવાનું કહેતા સમીરના માં-બાપે પહેલા
સમજાવવાનું કહી બાદમાં 25 તારીખે રાત્રે ઘરે આવી ધમકી આપતા કહ્યું હતું કે તમારાથી થાય તે કરી લેજો તારી દીકરીને મારો દીકરો ભગાડી જશે અને બોવ વાયડીના થયા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગાળો ભાંડી હતી જેથી પાંચેય સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ખોખર સહિતના સ્ટાફે સમીર, કરણ અને દિનેશને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ