પટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કાલાવડમાં કોંગ્રેસ દ્વારા રજુઆત

લોકડાઉન છેલ્લા ત્રણ મહિનાનાં પેટ્ર્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એકસાઈઝ ડયુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાવી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. ત્યારે પ્રજાઓની વારંવાર અને હીતની રજુઆતોને દ્વારાને લઈ ગઈકાલે કાલાવડ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારશ્રીને કાલાવડ મામલતદારવતી આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરેલ છે. જેમાં કાલાવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવદાનભાઈ જારીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, કાલાવડ કોંગ્રેસ અગ્રણી હનીફભાઈ ધાડા (એડવોકેટ) જામનગર જીલ્લા પંચાયત સદસ્ય મુકુંદભાઈ સાવલીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ભાવેશભાઈ ગોહેલ, જામનગર જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મોહનભાઈ સભાયા, કાલાવડ તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ ચૌહાણ, જીલ્લાપંચાયત સદસ્ય જે.પી.મારવિયા સહીત કોંગ્રેસ કાર્યકર્તાઓઉપસ્થિત રહ્યા હતા. આવેદન પત્રમાં જણાવેલ છે. હાલ આપણો દેશ જયારે અદભુતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે મોદી સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમઈ એકસાઈઝ
ડયુટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારી માંથી નફાખોરી કરી રહી છે. મોટી સરકાર દ્વારા ભારતની પ્રજા પાસેથી કરવામાં આવી રહેલી લુંટ બહું ઉઘાડી છે અને કેટલીક નિર્વિવાદ હકીકતો ઉપર ધ્યાન આપી સરકાર દ્વારા પ્રજાઓનું હીત વીચારી ગત 5મી માર્ચ 2020 પછીના પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને તેના ઉપર એકસાઈઝ ડયુટીના વધારા પાછા ખેંચવા અને તેના લાભો આ કપરા સમયમાં ભારતની પ્રજાજનોને આપવા કોંગ્રેસ સમિતિ-કાલાવડ દ્વારા આવેદનપત્રમાં ઉલ્લેખ કરી નમ્ર અરજ સાથે વિનંતી કરેલ છે.
(રાજુભાઈ સામોલીયા)

રિલેટેડ ન્યૂઝ