ધોરાજી ઉપલેટા વિધાનસભા-75માં કોરોના વોરિયર્સ સન્માન સમારોહ યોજાયો

લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ, મહામંત્રી ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

ધોરાજી ઉપલેટા વિધાનસભા-75 મા કોરોના વોરિયર્સ સન્માન સમારોહમા ભાગ લેતા લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહામંત્રી તા.26/7ના રોજ સ્પોર્ટસ સ્કુલ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે 75 ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોરોના વોરિયર્સોનો સન્માન સમારોહ કાયેકમ ગુજરાત યુવા ભાજપ પ્રદેશ મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ ની અધ્યક્ષતા મા યોજાયેલ જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંધાણી રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સતિષભાઈ શિંગાળા રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી રવિભાઇ માકડિયા મહામંત્રી મુકેશભાઈ મકવાણા મંત્રી મનોજભાઈ કાછડીયા વિગેરે ઉપસ્થિત રહેલ જેમાં લોધીકા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડોપ્રકાશ વિરડા એ લોધીકા તાલુકા યુવા ભાજપ ટીમ વતિ ઉપસ્થિત રહી ને ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનિષભાઇ સંધાણી તેમજ રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સતિષભાઈ શિંગાળા નું હારતોરાથી
સન્માન કરેલ તેમજ ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોરોના વોરિયર્સ દ્વારા કોરોના ના કપરા સમયની અંદર જે કામગીરી કરવામાં આવેલ તેને બિરદાવેલ આતકે રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી ડો.મનોજભાઇ કાછડીયા પણ ઉપસ્થિત રહેલ.

રિલેટેડ ન્યૂઝ