દેશમાં આવેલા કુલ મૂડીરોકાણમાં 53 ટકા રોકાણ માત્ર ગુજરાતમાં

રાજય સરકારની વધુ એક સિધ્ધિ-રાજુધ્રુવ

કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારે લીધેલાં સકારાત્મક પગલાંની અસર સર્વત્ર વર્તાઇ રહી છે. એક તરફ આ મહામારીએ સમગ્ર વિશ્વના આર્થિક વિકાસ સામે અવરોધ અને પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણમાં આ સમયગાળા દરમિયાન સારો એવો વધારો થયો છે. કોરોના સમયમાં સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. આ અંગે રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે રાજ્યના કાર્યદક્ષ, ગતિશીલ, યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના નેતૃત્વમા રાજ્યે કરેલાં વિકાસનું આ ઝળહળતું પરિણામ છે.
રાજુભાઇ
ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાતમાં વેપાર કરવા માટે આકર્ષવા માટે એક વાતાવરણ ઊભું થયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ લીધેલા એક પછી એક નિર્ણયની સારી અસર દેખાઇ રહી છે. ગુજરાતની શાંતિ, સલામતિ, સરકારી તંત્રનો વ્યવબાર જેવી અનેક બાબત છે જેને લીધે રોકાણકારો અહીં આકર્ષાયા છે. નરેન્દ્રભાઇ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરુ કરેલી વાઇબ્રન્ટગુજરાતની પરંપરાથી વિદેશી રોકાણકારો અહીં આકર્ષાતા રહ્યા છે. અને વિજયભાઇએ સુશાસન થકી એ પરંપરા ચાલુ રાખી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં નિર્ણયો પણ ગુજરાતમાં વિક્રમજનક રોકાણ થવા પાછળ જવાબદાર
છે.આંકડાકીય વિગત આપતાં રાજુભાઇએ જણાવ્યું હતું કે 2020-2021ના પ્રથમ છ માસમાં દેશમાં 2.24 લાખ કરોડથી વધારે મૂડી રોકાણ થયું છે.જે ગયા વર્ષ એટલે કે 2019-2020ના પ્રથમ છ માસની સરખામણીમાં 1.82લાખ કરોડ વધારે છે. ગુજરાતે આ નાણાકીય વર્ષમાં 1.19 લાખ કરોડના વિદેશી રોકાણને આકષ્ર્યું છે. દેશમાં કુલ જે વિદેશી રોકાણ થયું છે એમાનું 53 ટકા રોકાણ ગુજરાતમાં થયું છે. કર્ણાટક, માહારાષ્ટ્ર, દિલ્હી, તામીલનાડુ, ઝારખડ વગેંરે રાજ્યોનો ક્રમ ગુજરાત પછી છે.

રિલેટેડ ન્યૂઝ