દેલવાડાના બગીચામાં વિકાસ અર્થે 18.87 લાખ વાપર્યા છતા અસુવિધા

પાંચ વર્ષથી પ્રજાએ મનોરંજન માણ્યું નથીને ગ્રાન્ટની રકમના બોર્ડ મરાયા

ઊના દેલવાડા ગામે ભાજપના યુવાપાંખના નેતા ભાવનગર જીલ્લા કિશાન મોરચા પ્રભારી 10 વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ પદે સત્તા જાળવી રાખનાર અને પાટી પ્રજા વચ્ચે પ્રતિષ્ઠા સારી ઉભી કરનાર દેલવાડા ગામને ગુજરાતનું પ્રથમ ડિજીટલ એવોર્ડ અપાવનાર આ સત્તાધીસોએ દેલવાડા ગામના જાહેર ગાર્ડનને આધુનિકરણ કરવાના સ્વપ્ન બતાવી સાંસદથી માડી પંચાયતને મળતી જુદી જુદી ગ્રાન્ટ 2017 થી 2020 સુધીની 18.87 લાખ કરતા વધુ રકમ દિવાલ કંમ્પાઉન્ડ તેમજ રમત ગમ્મત સાધનો, પેવર બ્લોક અને પીવીસી પાઇપ લાઇનના કામોમાં વાપરી નાખ્યા તેમ છતાં આ જાહેર ગાર્ડનની હાલત ઉકરડા જેવી બની ગયેલ છે. તેમાં ફિટ કરેલા સાધનો તુટી ભાગી બિસ્માર થઇ ગયા પેવર બ્લોક તેમજ દિવાલો પણ લખડ જંતર બની ગઇ છે. અને નવિકરણ કર્યા પછી એકપણ દિવસ દેલવાડા ગ્રામની પ્રજા માટે આ ગાર્ડન ખુલ્લો મુકાયેલ નહીં હોવાથી લોકો 5 વર્ષથી મનોરંજન માણી શક્યા નથી.
આવી સ્થિતી વચ્ચે ચુંટણી આવતાજ વિકાસ નામે મત માંગવા નિકળેલા આ સરપંચ સામે જુર્બા તો ખોલ,
નજરે તો મિલા, જવાબ તો દે, મૈ કિતની બાર લૂંટાહું, હિસાબ તો દે, જેવા શૂર આમ પ્રજામાં ઉઠી રહ્યા છે.
દેલવાડા ગામનો વિકાસની અનેક ભામ્રક વાતો કરી ગામના એવોર્ડને આગળ ધરી દેલવાડા ગામના વર્તમાન
સત્તાધિસો સરકારી ગ્રાન્ટો જાહેર ગાર્ડન શ્રીરામ બગીચામાં રૂ.18.87 લાખના દિવાલ બનાવવાના કામો, રમત ગમત સાધનો પેવર બ્લોક તેમજ પાણીની પીવીસી લાઇન જેવા સાંસદ સભ્યની ગ્રાન્ટ તેમજ નાંણાપંચો સ્વભંડોળની રકમ માંથી તદન નબળા અને હલકી ગુણવતા સાધનો નાખી નાણાખર્ચી નાખ્યા પછી પણ વિકાસની ગાડી પર કાયમી ચાલતા આ ગેરંટીવાળા ભાજપના સરપંચે ગાર્ડનને ખૂલ્લો મૂકી લોકોના મનોરંજન માટે તાળા પણખોલ્યા નથી. ત્યારે સંભાવીક લોકોની નજરમાં આ ભ્રષ્ટાચાર છાપરે પોકારી રહ્યા છે.
રૂ.18.87 લાખની રકમ વાપરીયા પછી પણ આજે બિસ્માર સ્થિતીમાં આ ગાર્ડન મુકાઇ જતાં અને તેમા પણ તોકતે વાવાઝોડાએ દશા અને
દિશા બન્ને બગાડી દેતા હાલ આ ગાર્ડનમાં ઝાડુ પાળી સાધનો તેમજ વિજપોલ જેવું કહી પાડી બચ્યુ નથી. લોકો બાળકોને મનોરંજન પણ મળતુ નથી.

સરકારની લાખોની ગ્રાન્ટના ખર્ચા આંખો પહોળી કરે છે…
દેલવાડાના ગામના બગીચામાં ભ્રષ્ટાચારના થર લાગ્યા હોય તેવા તોતીંગ ખર્ચાઓ ગ્રામ પંચાયતમાં દેખાડ્યા છે. જોઇને આંખો પહોળી થઇ જાય છે. તેવા રીપેરીંગ ખર્ચ મુક્યા અને ભ્રષ્ટાચાર ભર્યા આ
વિકાસ કામો તોકતે વાવાઝોડામાં ધોવાઇ જાય અને ભ્રષ્ટાચાર ધરબાઇ જાય ભાગ બટાઇ થઇ ગયા આજે પણ આ ગાર્ડનના થયેલા નબળા કામની છડેચોક છતુ થાઇ એવી સ્થિતી જોવા મળી રહી છે.

બાળકોના રમત ગમતના સાધનો ફક્ત પાંચજ….
દેલવાડા ગ્રામ પંચાયતના સત્તાધિસોએ બગીચામાં બાળકો માટે ગણ્યા ગાઠ્યા માત્ર પાંચ રમત ગમતના સાધનો વસાવ્યા છે. જ્યારે રમત ગમતના સાધનોની ગ્રાન્ટ રૂૂ.2.50 લાખ મેળવેલ છે.
અને જે સાધનો જોતા રૂ.2.50 લાખના સાધનો દેખાતા ન હોવાનો શૂર ઉઠવા પામેલ છે.

ગાર્ડનમાં થયેલા વિકાસકામો
દિવાલ કંમ્પાઉન્ડ વોલ રૂ.2.28.800 સાંસદ ગ્રાન્ટ વર્ષ 2018/19
પેવર બ્લોક રૂ. 4.40.200 પંચાચત ગ્રાન્ટ
લેવલીંગ કામ રૂ.4.43.700 પંચાયત ગ્રાન્ટ
પીવીસી પાઇપ લાઇન રૂ.1.83.700 પંચાયત ગ્રાન્ટ
દિવાલ સ્ટેજ ફ્લાવરની પાળીનું કામ રૂ.4.52.300 કુલ

રિલેટેડ ન્યૂઝ