દડો હવે છાત્રોની ‘કોર્ટ’માં, કોણ કોને ‘પાઠ’ ભણાવશે?

બે મોઢાળી સરકાર :CM સાહેબ, જો ખરેખર વાલીઓના હિતની પરવા હોય તો હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં શા માટે ન પડકાર્યો?? કરોડો વાલીઓનો સણસણતો સવાલ

ઓનલાઇન સ્કૂલની ‘ફી’નો મામલો પેચીદો બન્યો, સમૂચી વાલીઆલમ આગબબૂલા

નૈતિકતાનો છાંટો હોય તો ફી સરકાર ચૂકવે વાલીમંડળ મંગળવારે CMને આપશે આવેદન

હાઇકોર્ટના ચુકાદા બાદ રાજકોટ વાલી મંડળના હોદેદારોની કારોબારો મિટિંગ તાત્કાલિક બોલાવવામા આવી હતી. વાલી મંડળના પ્રમુખ હેમંતભાઇ લાબડિયા, મુખ્ય સંયોજક મોહનભાઇ સોજિત્રા અને ક્ધવીનર રાજુભાઇ કિયાડાએ નગુજરાત મિરરથ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, હાઇકોર્ટે ભલે શાળા સંચાલકની તરફેણમાં ચુકાદો આપ્યો હોય પણ જો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ખરેખર વાલીઓ પ્રત્યે જરા પણ સંવેદના હોય તો હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રિમમાં પડકારે, સ્ટે લઇ આવે. કાં તો નૈતિકતાનો એક છાંટો પણ જો આ સરકારમાં હોય તો જ્યા સુધી શાળા ચાલુ ન થાય તેટલા સમયની છાત્રોની ફી ખુદ સરકાર ભરી આપે. વાલીઓ પ્રત્યે સંવેદના રાખવાની સરકારની પહેલેથી દાનત જ ન હતી. શિક્ષણ માફિયાઓ તરફથી મળતુ કરોડોનું ફંડ જ દેખાતુ હતુ. આ તો વાલીઓએ પોતાની વેદના હાઇકોર્ટમાં રજૂ કરી અને ન્યાય માગ્યો હતો ત્યાંરે છેક સરકારે પરિપત્ર બહાર પાડયો હતો. હવે સરકારની જ જવાબદારી બને છે કે, પોતે બહાર પાડેલો પરિપત્ર યોગ્ય છે એ સુપ્રિમ કોર્ટને સમજાવે. જો સરકાર નૈતિકતાને નેવે મુકીને શિક્ષણ માફિયાઓનો પાલવ પકડીને બેસી રહેશે તો વાલીઓ અને વાલી મંડળોને ફરી રસ્તાઓ પર આવીને આંદોલનની ફરજ પડશે એ પણ નક્કી છે. એ પુર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચેતવવા માટે મંગળવારે કલેકટર મારફતે આવેદન આપવામા આવશે. એ પછી તબક્કાવાર રીતે આંદોલનના મંડાણ કરાશે તેમ વાલી મંડળના પ્રમુખ હેમતભાઇ લાબડિયાએ જણાવ્યું હતું.

‘શિક્ષણ માફિયાઓ હાઇકોર્ટમાં જઇ શકે એવું જબરજસ્ત પ્લાનિંગ હતું’

NSUIએ સરકારનો મહોરો ઉતાર્યો, સરકાર-શાળા સંચાલકો વચ્ચેની રાજરમત ખુલ્લી પડી

ખાનગી શાળા સંચાલકો તરફથી કરોડોના મળતા પાર્ટી ફંડ, સરકારી કાર્યક્રમોમાં મેદની દેખાડવા માટે વિદ્યાર્થીઓ પુરા પાડવા સહિતનું રૂણ ચુકવવાનો જ સરકારનો ઇરાદો હોય એવુ પહેલેથી જ સ્પષ્ટ સાબિત થયુ છે તેવા રોષ સાથે પ્રદેશ કોંગ્રેસ અને ગજઞઈંના આગેવાન રાજદીપસિંહ જાડેજા, હરપાલસિંહ સહિતનાએ કહ્યુ હતુ કે, હાઇકોર્ટના ચુકાદા વિશે ટીપ્પણી ન કરી શકાય પણ ખાનગી શાળા અને સરકાર વચ્ચેની રાજરમત ખુલ્લી પડી છે. જો સરકારને વાલીઓ પ્રત્યે સંવેદના હોત તો પરિપત્ર વગર પણ શાળા સામે કડક પગલાં લઇ શકતી હતી. આ તો શાળા સંચાલકો જેનો આધાર લઇને હાઇકોર્ટમાં જઇ શકે એવુ માધ્યમ પુરુ પાડવા પરિપત્ર બહાર પાડી રસ્તો કરી આપ્યો.

શાળા રેગ્યૂલર શરૂ ન થઇ હોવા છતા શાળા સંચાલકો ઓનલાઈન સ્કૂલિંગની પ ટયુશનથ ફી લઇ શકશે એવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને અંતરના ઉમળકાથી, હરખાતે હૈયે ઉત્સાહભેર, હસતા મોઢે સ્વીકારી લઇ રાજ્ય સરકારે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને કરોડો વાલીઓના હિતને કોરાણે મુકી દેવાનુ અધમ પાપ આચર્યુ તેમ લોક મૂખે છેડચોક બોલાઈ રહ્યું છે. ખાસકરીને પિડિત છાત્રો અને વાલીઓ કહે છે કે આ એ જ સરકાર છે જે જ્યારે તેના રાજકીય હિતો જોખમાતા હોયત્યાંરે નીચલી અદાલતના ચુકાદા સામે અડધી રાત્રે સુપ્રિમ કોટના દરવાજા ખખડાવવાની વીજળિક સક્રિયતા દાખવે છે. ગઇકાલે હાઇકોર્ટે ચુકાદો આપ્યો તેની ગણતરીની ઘડીઓમાં જ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ
ચુડાસમાએ જાહેર કરી દીધુ હતુ કે, રાજ્ય સરકાર એ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં નહીં પડકારે. આ એ જ ચુડાસમા છે જે તેમનુ ધારાસભ્યપદ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા સામે રાતોરાત સુપ્રિમ કોર્ટના શરણે પહોંચી ગયા હતા. એ વખતે રાજય સભાની ચૂંટણીમા એમના મતની કિંમત હતી એટલે આખેઆખી રાજ્ય સરકાર ચુડાસમાને બચાવવા ઉંધા માથે થઇ ગઇ હતી. તો કોરોનાની આ મહામારીમાં કરોડો વાલીઓનું હિત જોઇને હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવાના બદલે શિક્ષણ માફિયાઓના ઓટલે માથુ ટેકવી દીધુ છે.
આક્રોશ સાથે વાલીઓ કરી રહ્યા છે કે ગુજરાતની આ કહેવાતી સંવેદનશીલ સરકાર અને જેને ભારત વર્ષના ઇતિહાસમાં
અભૂતપુર્વ સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાની હોડ જામી છે એ વિજયભાઇ રૂપાણીની સંવેદનાઓ જ્યારે લાખો છાત્રો અને કરોડો વાલીઓના હિતની વાત આવી ત્યાંરે બુઠ્ઠી થઇ
ગઇ છે. એમની સંવેદનાની સરિતા
મુઠ્ઠીભર શાળા સંચાલકો ઉપર અનરાધાર વરસી રહી છે.
વાલીઓ અને છાત્રો બાપડા સરકાર અને તેને લાખોના ફંડ આપતા માતેલા સાંઢ જેવા બની ગયેલા શાળા સંચાલકો વચ્ચેના અપવિત્ર અને ભ્રષ્ટ ગઠબંધન વચ્ચે
વધેરાઇ ગયા છે. હાઇકોર્ટના આદેશને ન પડકારીને પ્રજા દ્રોહનો એક અત્યંત શરમજનક ઇતિહાસ આ સરકારે રચ્યો છે. ગુજરાતના વાલીઓ અને છાત્રો એક નફ્ફટ રાજકીય ખેલનો ભોગ બન્યા છે એવુ કહેવામા જરાપણ અતિશયોક્તિ નથી. લાચાર વાલીઓ અને છાત્રો સ્તબ્ધ છે. દિગ્મૂઢ છે, અવચાક છે, નિ:સહાય છે અને બીજી તરફ શાળા સંચાલકો અને સરકાર નફ્ફટાઇભેર આર્થિક ગળાટૂંપામાં આવેલા વાલીઓ સામે મુછમાં અટહાસ્ય કરી રહ્યા છે. એક નવતર પ્રકારની ક્રુર સંવેદનશીલતાનો જય જય ગરવી ગુજરાત રાજ્યને સાક્ષત્કાર થયો છે.

તમામ ધંધા સાવ ઠપ થઇ ગયા છે, તોતિંગ ફી ક્યાંથી કાઢીશું..?

કોરોના પહેલેથી જ મંદીનો ભરડો આવેલો હતો. એમા લોકડાઉન પછી ધંધો સાવ પડી ભાગ્યો છે. ત્રણ મહિના દુકાન બંધ રહી. માનવતા રાખીને દુકાનના સ્ટાફનો પગાર કર્યો. સામે એક પૈસાનો વેપાર થયો ન હતો. લોકડાઉન ખુલ્યા પછી પણ વેપાર-ધંધામાં 75 ટક ઘટાડો થઇ ગયો છે. ઘરના બે છેડાં માંડ ભેગા થઇ રહ્યા છે એવામાં તોતીંગ ફી ક્યાથી કાઢવી એવ ચિંતા આવી પડી છે.

બેંકે હપ્તાની, વીજ તંત્રે બિલની ઉઘરાણી કાઢી, હવે સ્કૂલ ફીનો બોજ

લોકડાઉનના ત્રણ મહિનાના હપ્તાની ઉઘરાણી બેંકે કાઢી છે. દર બે દિવસે હપ્તો ભરી જવાના ફોન આવે છે. બીજીબાજુ વીજળીનું પણ ત્રણ મહિનાનું બીલ આવ્યુ છે. એવામાં હવે શાળાને ફીની વસુલાત કરવા છુટ્ટોદોર મળી ગયો હોય ફીની પઠાણી ઉઘરાણીનો બોજ માથે આવી પડ્યો છે. પેટનો ખાડો પુરવો કે પછી બેંક અને સરકારી લેણુ ચુકવવુ કે બાળકોની તોતીંગ સ્કુલ ફી ભરવી? સામે આવકના સ્ત્રોત અડધો અડધ થઇ ગયા છે.

આ એ જ શિક્ષણમંત્રી ચુડાસમા છે જે તેમનુ ધારાસભ્યપદ રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને પડકારવા રાતોરાત
સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લઇ આવ્યા, અને હવે શિક્ષણ માફિયાઓના હિત માટે હાઇકોર્ટનો ચુકાદો શિરોમાન્ય?રિલેટેડ ન્યૂઝ