થોરાળા, કુબલિયા, ચૂનારાવાડ, સોરઠિયા પ્લોટમાં કોરોના રસીકરણ કયારે?

કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના પોશ વિસ્તારમાં સતત ટેસ્ટિંગ, વેક્સિનેશન કેમ્પ

- સોરઠિયા વાડી સર્કલ સુધી જવું પડે છે ટેસ્ટ માટે: મોતના મુખમાં રહેલા લોકોને કોરોનાથી તંત્ર દ્વારા કરાશે રક્ષિત? પ્રજામાં ઉઠતો સવાલ

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેઈન તોડવા માટે સરકાર દ્વારા ટેસ્ટીંગ વધારવા અને રસીકરણના કેમ્પમાં વધારો કરવા માટે આદેશ આપવા છતાં રાજકોટમાં નિષ્ઠુર તંત્ર દ્વારા માત્ર પોષ વિસ્તારોમાં જ કોરોના ટેસ્ટીંગના બુથ અને રસિકરણ કેમ્પ કરવામાં આવી રહ્યા છે જ્યારે ઉપલાકાંઠે આવેલા થોરાળા, કુબલિયા, ચુનારાવાડ, સોરઠિયા પ્લોટ અને જ્યાં પ્રથમ કેસ ગુજરાતનો નોંધાયો હતો તેવા જંગલેશ્ર્વર વિસ્તારમાં અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો ટેસ્ટ કેમ્પ કે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા પછાત વિસ્તારોના લોકો સાથે ભેદભાવ રખાતો હોવાની બુમરાડો ઉઠી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઉપલા કાઠે આવેલા ચુનારાવડ, કુબલિયા, ચુનારાવાડ, સોરઠિયા પ્લોટ અને જંગલેશ્ર્વર માર્કેટીંગયાર્ડ નજીક
આવેલ નરસીંહ નગર, સંતકબિર રોડ, પેડક રોડ, ગંજીવાડા, આજીડેમ નજીક આવેલા માંડા ડુંગર સહિતના વિસ્તારોમાં 50,000થી પણ વધુ લોકો અહીં વસવાટ કરી રહ્યા છે. તમામ વર્ગ મોટા ભાગનો પછાત અને મજુરી કામના વ્યવસાય સાથે જોડાયેલો છે.
શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે ઉપરોકત વિસ્તારોમાં આજદિન સુધી મહાપાલિકા અને જિલ્લા વહિવટી
તંત્ર દ્વારા કોરોનાના ટેસ્ટ માટે એક પણ બુથ નાખવામાં આવ્યુ નથી કે રસીકરણનું પ્રારંભ થયા બાદ વેક્સિનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યા નથી. તંત્ર આ લોકોના જીવને જીવ સમજતા નથી. ઉપરોકત વિસ્તારમાંશિક્ષણનું પ્રમાણ ઓછુ હોય કોરોના રસીકરણ અને ટેસ્ટ બાબતે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવતુ નથી ત્યારે ઉપરોકત વિસ્તારના લોકો ઉપર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે. કોરોનાના ટેસ્ટ માટે છેક
સોરઠિયાવાડી સર્કલ સુધી તોડાવુ પડે છે. તંત્ર દ્વારા માલેતુદારોને મહત્વ આપવામાં આવતુ હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, જાગનાથ, રૈયા રોડ, પંચશીલ, વૃંદાવન, આલાપગ્રીન સહિતના પોસ વિસ્તારો નજીક કોરોનાના ટેસ્ટ બુથ શરુ કરવામાં આવ્યા છે જે સવારે 9થી રાત્રીના 7 વાગ્યા સુધી શરુ હોય છે જેમાંથી ઉપરોકત પોષ વિસ્તારના લોકો
ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે
તેમજ
મહાનગરપાલિકા દ્વારા પોતાના હેલ્થ સેન્ટરોમાં પણ આવા લોકો માટે વેક્સિન કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને કોરોનાથી લોકોને રક્ષીત કરાઈ રહ્યા છે ત્યારે પછાત વિસ્તારોમાં આ અભિયાન કયારે શરુ કરવામાં આવશે અને પછાત વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બહાર કાઢશે તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

જ્ઞાતિ અને સામાજિક આગેવાનો આગળ આવશે?
વિવિધ પહોંચતી સમાજ દ્વારા પોતાના સમાજ માટે કે વિસ્તારો માટે ટેસ્ટીંગ બુથ અને વેક્સિનેશન કેમ્પ નિ:શુલ્ક યોજવામાં આવે છે ત્યારે પછાત વિસ્તારના લોકો તરફ આગેવાનોનું ધ્યાન જશે કે નહીં ? ટેસ્ટ માટેના બુથ અને વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવશે ? તેવા સવાલો બુધ્ધિજીવી વર્ગમાં ઉઠી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ