ડર્ટી પિક્ચર

શહેરના રેસકોર્સ ખાતે આવેલી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી વિશે કોર્પોરેશનનો દાવો તો દેશની શ્રેષ્ઠતમ્ આર્ટ ગેલેરીઓમાંની એક હોવાનો છે પરંતુ અન્ય તમામની જેમ આ દાવો પણ પોકળ નીકડ્યો છે. આર્ટ ગેલેરીમાં આસમાની આફત સતત ટપક્યા જ કરે છે. ગઈકાલે અને આજે રાજકોટમાં પડેલા મુશળધાર વરસાદે આર્ટ ગેલેરીને તો લથબથ કરી જ દીધી, ગેલેરીમાં ચાલતા એક્ઝિબિશનને પણ પલાળીને નીતરતું કરીદીધું. ઢંગધડા વગરની આર્ટ ગેલેરીમાં છત પરથી ટપકતા પાણીનું લિકેજ વર્ષોથી યથાવત્ છે. સાર-સંભાળના અભાવે આર્ટ ગેલેરી ખુદ પ્રદર્શનમાં મુકવા યોગ્ય નમૂનો બની ગઈ છે. આર્ટ-એક્ઝિબિશન રાખવું એટલે સામે
ચાલીને આફત નોતરવી એ બન્નેમાં કોઈ તફાવત રહેતો નથી.

રિલેટેડ ન્યૂઝ