જેતપુરમાં નજીવી બોલાચાલીમાં યુવાન ઉપર છરી વડે હુમલો

એકિટવા રીપેરીંગના મામલે થઇ હતી બોલાચાલી

જેતપુર શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ ન હોય તેમ અસામાજીક અને લુખ્ખા તત્ત્વો બેખૌફ ફરી રહ્યા છે.હાથમાં લાકડી ,ધોકા સહિતના હથિયારો લઈને ફરતા શખ્સો ગમે ત્યારે કોઈના પર પણ હુમલો કરી દેતા હોય છે.તો નશામાં ધૂત થઈને ફરનાર શખ્સોનો પણ શહેરમાં ત્રોટો નથી.ખાખીની નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્ત્વોને મોકળું મેદાન મળતું હોવાની ચર્ચાઓ જાગી છે .
આ અંગેની વિગતો મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર મોમાઈ ગેરેજ પર એક્ટિવા રીપેરીંગના મામુલી બોલાચાલીમા
કિશોર કાળાભાઈ ચાવડા (ઉ.40) ઉપર પૃથ્વી કાઠી, વનરાજ,વિક્રમ મોયા, અમરૂ મોયા, નામના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પેટના ડાબે ભાગે એક ઘા લાગતા કિશોરને ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવ બાદ આરોપી નાશી ગયા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ
ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે આ બનાવ અંગે પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ