જિલ્લા જેલમાં કેદીઓને સવલતો આપી ભ્રષ્ટાચાર આચરવાના ગુનામાં જેલ સિપાઈ નિર્દોષ

જેલ અધિક્ષકે સિપાઈ અને ભોજનાલયવાળા વિરુધ્ધ ગુનો નોંધાવતા ધરપકડ થઈ’તી

રાજકોટ જીલ્લા જેલમાં સીપાઈ તરીકે ફરજ બજાવતા અધીકારીએ જેલ કસ્ટડીમાં રહેલા આરોપીઓને સવલતો આપી ભ્રષ્ટાચાર આચર્યના ગુનામાં જેલ સીપાઈને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત રાજકોટ જીલ્લા જેલ અધિક્ષક એ.આર. વ્યાસે આરોપી જીલ્લા જેલના સીપાઈ પ્રફુલભાઈ
દેવેન્દ્રભાઈ પંડ્યા અને ચામુંડા ભોજનાલયવાળા પ્રવિણભાઈ છોટાલાલ વાળા સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં લાંચ રૂૂશ્વત ધારો તથા પ્રીઝનો સેટ અને બોમ્બે જેલ મેન્યુલ હેઠળ આરોપીઓ સાથે મળી એકબીજાને મદદગારી કરી જેલના કેદીઓને સગવક્તાની આપવા માટે ગેરકાયદેસરના અવેજ રૂૂપે સોમણ સ્વીકારી અનઅધીક્ત રીતે પૈસાની લેતી દેતીના વ્યવહારો કરી અને કેદીઓને જેલના મોજશોખની વસ્તુઓ પહોંચાડી તેમજ કેદીઓ અને તેમના સગા ભાલાઓના સંદેશાઓ અનઅધીકૃત રીતે પહોંચાડી ગેરકાયદેસરના આર્થિક વ્યવહારો કરી જેલના કેદીઓને સગવડો આપતા હોવાની ફરીયાદ નોંધાવેલ હતી. ફરિયાદના આધારે સીપાઈ પ્રફુલભાઈ પંડ્યાની અટકકરવામાં આવી હતી. જ્યારે ચામુંડા ભોજનાલયવાળા પ્રવિણભાઈનું અટકાયત પૂર્વે જ અવસાન થયું હતું જેલના સીપાઈ પ્રફુલભાઈ પંડ્યાની સામેની તપાસ પુર્ણ થતા તેમની સામેનું ચાર્જશીટ સ્પેશ્યલ કોર્ટમાં
મુકવામાં આવ્યું હતુ જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો અને દલીલોને અંતે જજ પ્રશાંત જૈને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી પ્રફુલ પંડયા તરફે અભય
ભારદ્વાજ એન્ડ એસોસીએટસના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, શ્રીકાંત મકવાણા, કમલેશ ઉધરેજા, તારક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ