જસદણ અને વિંછિયા તાલુકામાં ઉકાળો તેમજ દવાનું વિતરણ

નિયામક આયુષ તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી રાજકોટની સૂચનાથી અને વીંછિયા, લીલાપુર પી. એચ. સી. અને દોલતપર સબ સેન્ટરના આરોગ્ય સ્ટાફના સહયોગથી ગત 2 દિવસમાં જસદણ અને વીંછિયા તાલુકામાં દોલતપર - 1, લીલાપુર - 1, વીંછિયા - 1 કોરોના પોઝિટિવ કેસ આવેલ હોવાથી પોઝિટિવ કેસના રહેઠાણ અને આસપાસના વિસ્તારને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરેલ હોઇ તેટલા વિસ્તારમા આવેલા ઘરના લોકોને, પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ અને કોરન્ટેન કરેલ લોકો, બફર ઝોનમાં રહેલ લોકો, આરોગ્ય સ્ટાફ અને ફરજ પરના પોલીસ સ્ટાફ તથા તેમના પરિવાર માટે તે વિસ્તારમાં વધારે કેસ પોઝિટિવ ન આવે તેની સાવચેતી રૂપે ડો. રજનીકજાદવ, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદ દવાખાનું - કનેસરા દ્વારા આયુષવિભાગ ગાંધીનગરની ગાઇડલાઈન પ્રમાણેનો દશમૂળ અને પથ્યાદી ઉકાળો તેમજ સંશમની ટેબ્લેટ ના 7 દિવસના કોર્સનું યોગ્ય માર્ગદર્શન
પત્રિકા સાથે તા. 30/06/2020 ના રોજ વિતરણ કરવામાં આવ્યું. કામગીરી દરમિયાન જસદણના ટી. એચ. ઓ. ડો. રામ, લીલાપુર પીએચસીના મેડિકલ ઓફિસર શ્રી, જીવાપર પીએચસી ના મેડિકલ ઓફિસર, આરોગ્યમાંથી પિયુષભાઈ શુક્લ તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ