જસદણમાં ચારિત્ર્યની શંકાએ નિદ્રાધીન નવોઢાની હત્યા

મોડીરાત્રે માથાકૂટ થતા રોષે ભરાયેલા પતિએ પત્નીનું ગળું દબાવી પતાવી દીધી: આરોપીની અટકાયત

જસદણના ગઢડીયા રોડ પર સુર્યવંદના સોસાયટીમાં મોડીરાત્રે પત્નીના ચારીત્ર્ય પર શંકા કરી નિદ્રાંધીન પત્નીનું ગળુ દબાવી પતિએ મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે ત્યારે પોલીસ કાફળો ઘટના સ્થળે દોડી જઇ નવોઢા યુવતીના પિતાની ફરિયાદ પરથી ખૂનનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણ ગઢડીયા રોડ સૂર્યવંદન સોસાયટીમાં રહેતી આશીયાનાબેન મહમેહશા પઠાણ(ઉ.વ.19) નામની યુવતીને નિદ્રાધીન હાલતમાં પતિ મહમંદશા બધુશા પઠાણે ગળેટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટનાની જાણ થતા જસદણ પી.આઇ. કે.જી. રાણા સહિતનો સ્ટાફ ઘટના થળે દોડી જઇ તપાસ હાથ ધરતા
આરીત્ર્યની શંકાએ પતિ-પત્ની વચ્ચે માથાકુટ થતા રોષે ભરાયેલા પતિએ નિદ્રાંધીન હાલાતમાં પત્નીની હત્યા કરી હતી. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આશીયાનાબેનનું પીયર ભાવનગર જિલ્લાના રંધીળા તાલુકાના ગઢુલા ગામે આવેલ છે. જેની જાણ તેના પિતાને કરતા તેઓ જસદણ દોડી આવ્યા હતા અને જમાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ