જસદણના કાળાસર નજીક બે બાઇક સામસામે અથડાતા યુવાનનું મોત

કાંસલોલીયા ગામના બંને ભાઇ મામાના ઘરેથી પરત આવતા હતા ને અકસ્માત નડયો, એકને ઇજા

જસદણના કાળાસર નજીક બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાંસલોલીયા ગામના યુવાનનું ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેના ભાઇને ઇજા થતા સારવારમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે રોંગ સાઇડમાં આવી અકસ્માત સર્જનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ વિંછીયા તાલુકાના કાંસલોલીયા ગામે રહેતો ભાવેશ કુરજીભાઇ ઝપડીયા (ઉ.વ.19) અને તેનો નાનો ભાઇ કલ્પેશ મંગળવારે રાત્રે દેવપરા ગામે તેના મામાના ઘરે ગયા હતા. જ્યાંથીગતરાત્રે સવારે બાઇક લઇ બંને પરત કાંસલોલીયા આવતા હતા દરમિયાન જસદણના કાળાસર નજીક ફુલઝર ગામના પાટીયા પાસે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં આવતા બાઇક ચાલકે અકસ્માત સર્જતા બંને બાઇક અથડાતા બાઇક
સવારે ભાવેશ અને તેના ભાઇને ઇજા થતા બંનેને સારવાર માટે જસદણ હોસ્પિટલમાં 108 મારફત ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ કલ્પેશનું મોત નિપજ્યું હતું.
આ અંગે જસદણ પોલીસે ભાવેશ કુરજીભાઇ
ઝાપડીયાની ફરીયાદ પરથી જીજે3સીડી-3620 નંબરના બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ