ચાર ઓવરબ્રિજ બનતા 1.84 લાખ વાહનને થશે ફાયદો

બે વર્ષમાં કામ પૂર્ણ થયા બાદ પરિવહન, ઈંધણ અને સમયની થશે બચત

કે.કે.વી. સર્કલ-નાના મવા-બાપા સીતારામ અને ઝડુસ ચોકડીના ઓવરબ્રિજ બનતા ટ્રાફિક ભારણ ઘટશે

રાજકોટ તા.20
રાજકોટશહેરનો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સમાવેશ થાય છે, તેમજ સૈારાષ્ટ્રનું અતિ ઝડપથી વિકાસ પામી રહેલ શહેર છે. શહેરમાં દિન-પ્રતિદિન વધતાં ટ્રાફીકનાં ભારણને હળવું કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 150 ફુટ રીંગ રોડને બી.આર.ટી.એસ. કોરીડોર તરીકે વિકસાવવામાં આવેલ છે. આ કોરીડોર પર રાજકોટ મહાનગરપાલિકા તરફથી મવડી ચોક, કે.કે.વી. સર્કલ, ઇન્દિરા સર્કલ તથા રૈયા સર્કલ પર ફલાય ઓવર બ્રીજનું નિર્માણ રાજ્ય સરકારશ્રીના સહયોગથી કરવામાં આવેલ છે.આ ઉદેશને વધુ વેગ આપવાના આશયથી રાજકોટ મહાનગરપાલિકા તરફથી રૂ 239.39 કરોડના ખર્ચે બે બ્રીજ કાલાવડ રોડ ઉપર કે.કે.વી. ચોક જંકશન ખાતે મલ્ટી લેવલ ફ્લાય ઓવર તથા જડૂસ રેસ્ટોરન્ટ પાસે ફ્લાય ઓવર બ્રીજ તથા બે બ્રીજ 150થરીંગ રોડ પર નાના મવા ચોક તથા રામદેવપીર ચોક ખાતે સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રીજ બનાવવા આયોજન કરેલ છે. આ ચાર ઓવરબ્રીજ બનતા શહેરમાં આવ-જા કરતા કુલ 1 લાખ 84 હજાર 580 વાહનોને ફાયદો થશે અને સમય તથા ઈંધણની ખપતમાં પણ બચાવ થશે.
કે.કે.વી. ચોક-150 ફુટ રીંગ રોડ પર ફલાય ઓવર બ્રીજ બનાવવાના કામ માટે રૂા.129.53
કરોડનો ખર્ચ મંજૂર થયેલ છે.
બ્રીજની લંબાઇ 1152.67 મીટર તથા પહોળાઇ 15.50 મીટર (ફોર લેન), બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, કાલાવડ રોડ ડોમીનોઝ પીઝા થી
શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત 15 મીટર ઊંચાઈએ પસાર થઇ આત્મિય કોલેજ સામે સ્વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે. બ્રીજનું નિર્માણ માટે ર4-માસની સમય મર્યાદા, આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 30914 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
જડુસ રેસ્ટોરન્ટ
પાસે-કાલાવડ રોડ પર ફલાય ઓવર બ્રીજ બનાવવાના કામ માટે રૂા.28.52 કરોડ મંજૂર થયા છે. બ્રીજની લંબાઇ 370.39 મીટર તથા પહોળાઇ 15.50 મીટર (ફોર લેન), બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથેબ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત કાલાવડ રોડ પર એ.જી.ચોક થી થઇ જડુશ ચોકથી આગળ મોટા મવા સ્મશાન બ્રિજ પહેલા પૂર્ણ થશે.
બ્રીજનું નિર્માણ માટે ર4-માસની સમય મર્યાદા, આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ
દિન આવન જાવન માટે અંદાજીત 30914 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
150 ફુટ રીંગ રોડ - નાનામવા ચોક ખાતે
બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂા. 41.12 કરોડ મંજૂર થયેલ છે. બ્રીજની લંબાઇ 630.00 મીટર તથા પહોળાઇ 2 ડ 8.40 મીટર (બે લેન), બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ટવીન સ્ટાર બિલ્ડીંગ થી શરૂઆત થઇ રીલાયન્સ મોલ પાસે પૂર્ણ થશે
બ્રીજનું નિર્માણ માટે 18-માસની સમય મર્યાદા, આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન
માટે અંદાજીત 61376 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
આ ઉપરાંત 150 ફુટ રીંગ રોડ- રામદેવપીર ચોક ખાતે
બી.આર.ટી.એસ. કોરીડોર પર સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂા. 40.22 કરોડ મંજૂર થયેલ છે. બ્રીજની લંબાઇ 630.00 મીટર તથા પહોળાઇ 2 ડ 8.40 મીટર (બે લેન), બ્રીજનો સ્લોપ 1:30, બ્રીજની બંને તરફે 6.00 મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ, બ્રીજની શરૂઆત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન થી શરૂઆત થઇ રામદેવપીર ચોકમાં હાઇટ ગ્રાઉન્ડ થી 5.50 મીટર થઇ વિઝન ટવેન્ટી-ટવેન્ટી બિલ્ડીંગ પાસે પૂર્ણ થશે.
બ્રીજનું નિર્માણ
માટે 18-માસની સમય મર્યાદા, આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન આવન જાવન માટે અંદાજીત 61376 વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

રિલેટેડ ન્યૂઝ