ઘરવિહોણા 70 પરિવારોનો મનપામાં હંગામો, આત્મવિલોપનનો પ્રયાસ

આજના ડિમોલીશનનો પડ્યો જોરદાર પડઘો, અનેક પરિવારો રઝડી પડતા ભારે આક્રોશ

કીડની હોસ્પિટલની પાછળ ડિમોલીશનનો ભોગ બનેલા પરિવારોની ડે. કમિશનર સમક્ષ ધા,

મનપાના ત્રણેય ગેઈટ બંધ કરાયા, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, વાતાવરણ તંગ

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા છેલ્લા બે દિવસથી મનપાની માલીકીના પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે જે અંતર્ગત આજરોજ વોર્ડ નં.1, 9 અને 10માં નાનામવા તેમજ રૈયા ટીપી સ્કીમના પ્લોટ ઉપર થયેલ 77 થી વધુ કાચા-પાકા મકાનો અને ઝૂપડાના દબાણો દૂર કરતા ઘરવિહોણા થયેલા 70થી વધુ પરીવારોએ કોર્પોરેશન ખાતે ધસી જઇ ઘરનો આશરો આપોના નારા લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. જયારે અસરગ્રસ્તોએ ડે.કમિશનરને રજુઆત કરી હતી.
યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પીટલની પાછળ રૈયા ટીપી સ્કીમના વાણીજ્ય હેતુ માટે રાખેલા પ્લોટ ઉપર વર્ષોથી કાચા-પાકા મકાનો અને ઝૂપડાના દબાણો થઇ ગયા હતા. ટીપી સ્કીમ વિભાગ દ્વારા આજરોજ વહેલી સવારથી ડીમોલીશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્થળ ઉપર બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે ધસી ગયેલા મનપાના સ્ટાફ સાથે સ્થાનિકોએ મગજમારી કરી ડિમોલીશનનો જોરદાર વિરોધ કર્યો હતો. છતાં ટીપી વિભાગે 70થી વધુ મકાન-ઝુપડા ઉપર બુલડોઝર ફેરવી દેતા પરીવારોએ પોતાનો સામન રોડ ઉપર ખડકી દીધો હતો અને રજુઆત કરવા કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા.
કિડની હોસ્પીટલની પાછળ ડિમોલીશન થયા બાદ
અસરગ્રસ્તોનું ટોળુ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન ખાતે ધસી ગયું હતું. મહિલાઓ, બાળકો અને પુરૂષો સહિતના ટોળાએ નારેબાજી કરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં એક શખ્સે પેટ્રોલનીબોટલ કાઢી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કરી ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. છતાં મહિલાઓએ મ્યુનિ. કમિશનરને મળવાનો આગ્રહ રાખતા પાંચ વ્યક્તિને બંદોબસ્ત હેઠળ ડે. કમિશનરને
મળવાની છૂટ આપી હતી. આથીડે. કમિશનરને રજુઆત કરી ઘરનો આશરો આપવાની વિનંતી કરી હતી.
આજે કોર્પોરેશન ખાતે 150 થી વધુ લોકોએ હલ્લાબોલ કરતા સિક્યુરીટીના માણસોએ મનપાના તમામ ગેઈટ બંધ કરી દીધા હતા.
સિક્યુરીટીનો સ્ટાફ ઓછો હોવાથી તાત્કાલીક એ ડીવીઝન પોલીસ મથકેથી વધારાનો બંદોબસ્ત મંગાવવામાં આવ્યો હતો અને કોર્પોરેશનમાં ઘુસી ગયેલા અસરગ્રસ્તોને રોડ ઉપર ધકેલવામાં આવ્યા હતા.
આજના બનાવના
પગલે અન્ય બે સ્થળે થયેલા ડિમોલીશનના અસરગ્રસ્તોએ પણ ઘરનો આશરો છીનવાઈ જતા મનપામાં રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ કિડની હોસ્પીટલ પાછળ છેલ્લા 15 વર્ષથી ઉપરોકત દબાણો હતા. આ જમીન વાણીજ્ય હેતુ માટે તેમજ એસઈડબલ્યુ હેતુ માટેની હોવાથી તાત્કાલીક જમીન ખુલ્લી કરવાના આદેશ આપવામાં આવેલ. જેથી તમામ ઝુપડા ધારકોને એક સપ્તાહ અગાઉ જગ્યા ખાલી કરવાની નોટીસ અપાઈ. પરીણામે આજે ડિમોલીશન સમયે તમામ ઝુપડા ધારકોએ પોતાનો માલ સામાન રોડ ઉપર ગોઠવી દીધો હતો.આથી પોલીસને સામાન દૂર કરવાની પણ જહેમત ઉઠાવી પડી હતી.

ઘટતુ કરવાની કમિશનરની ખાતરી
યુનિવર્સિટી રોડ ઉપર કિડની હોસ્પીટલ પાછળ 70થી વધુ મકાનોનું મનપાએ ડિમોલીશન કરતા ઘર વિહોણા થયેલા પરીવારોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ કરી ડે. કમિશનરને રજુઆત કરતા જેમના ઘર પડી
ગયા છે તે તમામ પરીવારોેને અન્ય જગ્યા ફાળવવા માટે ઘટતું કરવામાં આવશે તેવું આશ્ર્વાસન આપી રવાના કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ