ગોધરાકાંડ બાદનું ઝેર મેં એકલાએ પીધું, અમૃત આખા દેશને વહેંચાયું: વણજારા

- ગોધરાકાંડ બાદ મને ખોટી રીતે અને ગેરકાયદેસર 9 વર્ષ જેલમાં ગોંધી રખાયો હતો: પૂર્વ ઈંઙજ વણજારા ઓન ફાયર

જૂનાગઢમાં 26 જાન્યુઆરીએ 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પોલીસ તાલીમ સેન્ટરમાં તેમજ અનેક સામાજીક અને ધાર્મિક સંસ્થાઓમાં ધ્વજ વંદનના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે વિશેષ ઉપસ્થિત પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારાએ જણાવ્યું હતું કે, વર્ષ 2002 ગોધરાકાંડ બાદ હું એક, બે નહિ પૂરા 9 વર્ષ જેલમાં રહ્યો હતો. મને ખોટી રીતે અને ગેરકાયદેસર રીતે જેલમાં પૂરવામાં આવ્યો હતો. સમુદ્ર મંથન બાદ ઝેર અને છેલ્લે અમૃત નિકળ્યું તેમ ગોધરાકાંડ બાદઝેર નિકળ્યું તે એકલા ડી.જી. વણઝારા પી ગયા. જ્યારે અમૃત આખા દેશમાં વહેંચાઇ ગયું જેનો આખા દેશને ફાયદો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજસત્તા ભારતને વિશ્વ મહાસત્તા બનાવશે જ્યારે સંતો મહંતો
દેશને વિશ્વગુરૂ બનાવી શકશે. રાજસત્તા પર ધર્મસત્તાનો અંકુશ હંમેશા રહ્યો છે. તેમણે વર્તમાન સમયમાં રાજ અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યા, તેનું નિરાકરણ અને ભાવિ સંકેત વિશે રજૂઆત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ