ગોટે ચડેલું પંજાબનું રાજકીય ગણિત

સિદ્ધુ એક વન મેન ઓપોઝિશન બની ગયા છે

જયારે આઝાદી બાદના નહેરુના સમયમાં કોંગ્રેસ જ સર્વોપરી હતી અને વિપક્ષમાં ખાસ કોઈ હતું નહી ત્યારે વિપક્ષની ભૂમિકા પણ એ જ પાર્ટીના નેતાઓ ઉપાડતા જે પાર્ટી સતામાં છે હાલમાં ઘણા સમયથી પંજાબમાં પણ આવો જ કંઈક માહોલ જોવા મળી રહ્યો છે. સિદ્ધુ એક વન મેન ઓપોઝિશન બની ગયા છે, જયારે કેપ્ટ્ન સતા પર હતા ત્યારે સિદ્ધુની આવી હરકતોને લીધે જે કોંગ્રેસ તરફ એન્ટી ઈન્ક્મબંસી હતી એ ઓછી થતી હતી પરંતુ હાલમાં જયારે ચન્ની સાહેબની સરકાર છે ત્યારે તેની આવી હરકતો કોંગ્રેસને જ નુકસાન કરી રહી છે. અધૂરામાં પુરુ સુનિલ જાખડને પણ આવો અભરખો જાગ્યો છે એટલે થોડા દિવસ પહેલા જ પાર્ટી હાયકમાને સિદ્ધુને દિલ્હી બોલાવ્યા હતા. સિદ્ધુને આમાં બીજું પેટમાં એ દુખે છે કે ચન્નીની અધ્યક્ષતામાં કોંગ્રેસ પંજાબમાં સારું પર્ફોર્મન્સ ન કરવી જોઈએ કેમ કે નહિ તો તેનું પોતાનું રાજકીય ભવિષ્ય અંધકારમય થઈ જશે. જો ચન્નીના નેતૃત્વમાં કોંગ્રેસ પંજાબમાં સારી સીટો લઈ આવી શકે તો કોંગ્રેસ ચન્નીને ક્યારેય મુખ્યમંત્રી પદથી ઉતારે જ નહીં અને દેશ આખાની સામે ચન્ની સાહેબને આગળ કરશે દલિત નેતા તરીકે.
સિદ્ધુના આવા બગાવતી સુરના વાતાવરણને લીધે ચન્ની સરકારની મુશ્કેલીઓ વધી જાય છે, એક તો ચૂંટણીના થોડા સમય પહેલા જ સતા આવી અને એમાં
આવી અંદરો અંદરની કલેશને લીધે જે લોકોના કાર્યો કરવાના હોય એ કર્યો માંથી ધ્યાન ભટકી જાય એ સ્વાભાવિક છે. હાલમાં અરવિંદ કેજરીવાલ પણ પંજાબની પાછળ પડી ગયા છે તેઓ વારવાર પંજાબના દોરા પર હોય છે હમણાં કેજરીવાલ એ એક વાયદો એવો કર્યો કે દરેક મહિલાને જો તેમની સરકાર બનશે તો દર મહિને એક હજાર રૂૂપિયા આપવામાં આવશે એટલે 2019ના આંકડા મુજબ પંજાબમાં 1 કરોડ મહિલા મતદારો છે એટલે જો બધાને 1 હજાર આપવામાં આવે તો 1 હજાર કરોડ મહિને થાય અને બાર મહિને તે બાર હજાર કરોડ આંકડો પહોંચે. તો શું અત્યારે પંજાબની સરકાર આવો ખર્ચ ઉઠાવવા સક્ષમ છે?? અન્ય ઘણા વાયદાઓ પણ ફ્રીમાં આપવાના કરી આવ્યા છે તેઓ. અત્યારના આંકડા મુજબ પંજાબ પર 3 લાખ કરોડનું દેવું છે તો શું કેજરીવાલ આ આંકડાને બધી વસ્તુઓ મફત આપી ને વધારે ઉંચાઈ પર પહોંચાડવા માંગે છે??
ચન્ની સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા એ કોંગ્રેસનો
માસ્ટર સ્ટ્રોક હતો એ વાત હકીકત છે કેમ કે એના લીધે જે કોંગ્રેસ પ્રત્યે લોકોની એન્ટી ઈન્ક્મબંસી ઉભી થઈ હતી એ ઘણા અંશે દૂર થઈ ગઈ છે. લોકોમાં કેપ્ટ્ન ધીમે ધીમે અપ્રિય થઈ રહ્યા હતા તેમનો ફાર્મ હાઉસથી સતા ચલાવવાનો મિજાજ, લોકોની સમક્ષ બહુ ઓછો જવા નો સ્વભાવ એ એવી છબી ઉભી કરી રહ્યું હતું કે કેપ્ટ્ન હવે એટલા મજબૂત નેતા નથી રહ્યા ત્યારબાદ પાર્ટીમાં લીડરશીપને લઈને અંદરો અંદર ઘણા વિખવાદ ચાલતા હતા એટલે કોંગ્રેસ માટે આ જરૂૂરી થઈ ગયું હતું. ચન્નીએ આવતાવેત કામ કરવાનું શરૂૂ કરી દીધું છે તેઓ ઘણી પરીક્ષાની પ્રક્રિયા પેન્ડિગ હતી એ પુરી કરાવી ત્યારબાદ નોકરીઓ માટે ઓફર લેટર પણ ઇસ્યુ થઈ રહ્યા છે, તેમણે જાટોને ક્યારેય એવુ મહેસુસ નથી થવા દીધું કે સતા તેઓ પાસેથી જતી રહી છે કેમ કે પંજાબમાં જાટ એ ડોમિનેન્ટ કાસ્ટ છે અને દલિતોના મનમાં એક સોફ્ટ કોર્નર તો હશે જ કે એમને મોકો મળ્યો અને એ કોંગ્રેસ એ આપ્યો એટલે આ નિર્ણય કોંગ્રેસ માટે ઘણો લાભકારક નીવડશે એમાં બે મત નથી. આવનાર ચુનાવ એ ત્રિકોનીય ચુનાવ રહશે જેમાં મુખ્ય પાર્ટી કોંગ્રેસ,આમ આદમી પાર્ટી તથા અકાલી દળ રહશે. એમ જોવાજાયે તો કેપ્ટ્ન પણ ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે જે કેપ્ટ્ન એ સતાના સાડા ચાર વર્ષ પોતાના ફાર્મ હાઉસથી સતા ચલાવી એ કેપ્ટ્ન અત્યારે પાર્ટી ઓફિસો ખોલી રહ્યા છે અને લોકોની વચ્ચે ફરી રહ્યા છે. ભાજપ
તરફથી કોઈ સંકેત નથી આવી રહ્યા કે તેઓ કેપ્ટ્ન સાથે ચુનાવ લડશે હલાકી કેપ્ટ્નએ ઈશારો કરી દીધો છે આમ જોવા જાયે તો કેપ્ટ્ન એ ભાજપ માટે અને ભાજપ કેપ્ટ્ન માટે લાભદાયી જ છે બન્ને જો સાથે મળીને ચુનાવ લડે તો બન્ને માટે વિન વિન પરિસ્થિતિ જ છે.ભાજપ માટે પંજાબમાં જમીન ત્યાર કરવાનું કામ કેપ્ટ્ન કરશે અને કેપ્ટ્ન માટે કોંગ્રેસને કેમ નબળી કરવી એ લક્ષ્ય છે એ પણ સિદ્ધ થશે.
અહીંયા સવાલએ પણ થાય કે
શું અકાલી દળ અને બીજેપી ગઠબંધન કરીને ચુનાવ લડી શકશે?? આમ જોઈએ તો ચૂંટણી પહેલા ગઠબંધન કરે એવુ કઈ દેખાય નથી રહ્યું પરંતુ પરિણામો પછી કઈ પણ બની શકે છે. બીજેપી અને અકાલી દળ અલગ થયા એનું કારણ પણ આ કૃષિબિલ જ હતું જે બીજેપી એ પાછુ લઈ લીધું છે પરંતુ ચૂંટણી પહેલા અકાલી દળ બીજેપી સાથે જોડાય એની શક્યતા નહિવત છે કેમ કે અકાલી દળનો મોટાભાગ મત વિસ્તાર ગામડાનો છે અને તે ખેડૂત વિરોધી તરીકે પોતાની જાતને જરાય પણ દેખાડવા નથી માંગતી અને બીજેપી અને અકાલી દળના મતદારોમાં પણ સમાનતા નથી અકાલીદળના મતદાતા ગામડામાં છે મોટા ભાગે અને બીજેપીના મતદારો શહેરી વિસ્તારમાં છે અકાલી દળના મોટા ભાગના મતદારો શીખો છે અને બીજેપીના મતદારો હિંદુઓ છે એટલે સામાન્ય રીતે આ બન્ને પાર્ટી એક બીજાની પૂરક પાર્ટીઓ છે. અકાલીદળમાં સિનિયર બાદલ સાહેબનું વર્ચસ્વ ધીમે ધીમે ખત્મ થઈ રહ્યું છે સુખબીર બાદલ જે 2004 થી પાર્ટીના અધ્યક્ષ છે એ લીડરશીપ સ્થાપિત કરવામાં ઘણા અંશે ફેલ રહ્યા છે તો આમ આદમી પાર્ટીએ કોઈ એવો ચહેરો પંજાબ સામે મુક્યો નથી જે શીખ કોમ્યુનિટીમાંથી આવતો હોય. સામાન્ય રીતે પંજાબનું રાજકારણએ યુપી બિહારથી થોડું અલગ છે ત્યાં ગોવાની જેમ પોતાની રાજ્યની આયડેન્ટીટી વાળું રાજકારણ હોય છે એટલે કેજરીવાલ પોતે પોતાના નામ પર પંજાબની ચૂંટણી ન જીતી શકે એ હકીકત છે એના માટે એમને પંજાબનો જ કોઈ વ્યક્તિને મુખ્યમંત્રીના ચહેરા તરીકે મુકવો પડશે.
80ના દશકમાં જોવા જઈએ તો પંજાબી એક મોડલ રાજ્ય તરીકે ગણવામાં આવતું હતું. પંજાબમાં ઘણાં દૂષણો ઘર કરતા ગયા જેના લીધે અત્યારે હાલત
એવી થઈ ગઈ છે કે નેતાઓ ચુનાવના સમયમાં મોટી મોટી વાતો કરે છે પણ ગ્રાઉન્ડ ઝીરો પર નિરાશાનો માહોલ છે.કોઈ પણ પાર્ટી પાસે પંજાબને ડેવલોપ કરવાનો સોલિડ એજેન્ડા નથી બધા જ પોતપોતાની રીતે મફતનું આપી અને વોટ માંગવા આવે છે. પંજાબ એક બોર્ડર પરનું રાજ્ય છે જેના હિસાબે ઘણું બધું પંજાબે સહન કર્યું છે આઝાદી પછી કત્લેઆમથી લઈ ઓપરેશન બ્લુ સ્ટાર પંજાબ જોયું છે.

"
ચન્નીને મુખ્યમંત્રી બનાવવાને લઈને દલિતોના મનમાં એક સોફ્ટ કોર્નર તો હશે જ કે એમને મોકો મળ્યો અને એ કોંગ્રેસે આપ્યો એટલે આ નિર્ણય કોંગ્રેસ માટે ઘણો લાભકારક નીવડશે એમાં બે મત નથી

"
ભાજપ માટે પંજાબમાં જમીન તૈયાર કરવાનું કામ કેપ્ટ્ન કરશે અને કેપ્ટ્ન માટે કોંગ્રેસને કેમ નબળી કરવી એ લક્ષ્ય છે એ પણ સિદ્ધ થશે

રિલેટેડ ન્યૂઝ