ગોંડલ કોંગ્રેસના યુવા નેતા વિરેન્દ્રસિંહ જાડેજાનું ડેંગ્યુથી મોત

ગોંડલ પાલિકામાં નગરસેવક પણ રહી ચુકયા છે: વિરેન્દ્રસિંહ

રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના લડાયક નેતા વિરેન્દ્રસિંહ જાડેજાનું 39 વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા હતા ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક છવાયો છે.
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યા મુજબ ગોંડલ
પાલિકાના પૂર્વ નગરસેવક અને ગોંડલના પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવતો હોય ગઈકાલે પોતે કાર ડ્રાઈવ કરી વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં ે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ગોંડલના વતની છે, વિદ્યાર્થી કાળથી જ તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ ગોંડલ એનએસયુઆઈના પ્રમુખ રહી ચૂક્યા હતા. ઉપરાંત પોરબંદર સંસદીયવિસ્તાર અને રાજકોટ જિલ્લામાં યુથ કોંગ્રેસમાં પણ વિવિધ હોદ્દા પર સેવા આપી છે. ગોંડલ પાલિકામાં નગર સેવક તરીકે બેથી ત્રણ ટર્મમાં ચૂંટાયા હતા. તેઓ લડાયક નેતા તરીકે યુવાનોમાં લોકચાહના ધરાવતા
હતા. તેમના અવસાનથી યુવા સમર્થકોમાં શોકની લાગણી છવાઈ છે.
તાવ આવતો હોવાની ફરિયાદ સાથે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડોકટરોના જણાવ્યા મુજબ તેમને ડેન્ગ્યુ થયાનો રિપોર્ટ આવ્યા
બાદ તેમનું બ્લડનું સર્ક્યુલેટ ઘટી જતાં હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું અવસાન થયું છે. વિરેન્દ્રસિંહને સંતાનમાં એક 15 વર્ષનો પુત્ર છે. યુવા ઉંમરમાં જ વિરેન્દ્રસિંહની ઓચિંતી વિદાયથી જાડેજા પરિવાર શોક મગ્ન બન્યો છે.

રિલેટેડ ન્યૂઝ