ગોંડલમાંથી 9.17 લાખનો દારૂ ભરેલુ ક્ધટેનર ઝડપાયું

આશાપુરા ચોકડી પાસે બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો, 2854 બોટલ દારૂ અને ટ્રક મળી કુલ: રૂા.19.45 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સ ઝબ્બે

ગોંડલમાં આશાપુરા ચોકડી પાસેથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂા.9.17 લાખનો દારુ ભરેલુ ક્ધટેનર ઝડપી પાડ્યુ હતું. પોલીસે ક્ધટેરનરમાં છુપાવેલો અલગ અલગ કંપનીનો 2854 બોટલ દારુનો જથ્થો અને ક્ધટેનર મળી કુલ રૂા.19.45 લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલક રાજસ્થાની શખસની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી ગોંડલ સીટી પી.આઈ.એમ.આર.સંગાડા, પીએસઆઈ બી.એલ.ઝાલા,
વી.કે.ગોલવેલકર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન રાજકોટ-ગોંડલ હાઈ-વે પર રાજકોટ તરફથી આવતા ટ્રકમાં વિદેશી બાતમી મળતા પોલીસે ગોંડલ બાયપાસ પાસે આશાપુરા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાનતથાથી પસાર થતા ક્ધટેનરને રોકી તલાશી લેતા તેમા પાછળની સાઈડ ક્ધટેનર ખાલી હોવાનું દેખાતુ હતુ પરંતુ વચ્ચે પ્લેટ નાખી પાર્ટ બનાવેલા હોય જેથી ક્ધટેનર ઉપરથી પ્લેટ ખોલી તપાસ કરતા વિદેશી દારુનો
મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વિદેશી દારુની અલગ અલગ બોટલ નં.2854 (કિ.9,17,100) તથા ક્ધટેનર મળી કુલ રૂા.19,45,000નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક મેઘારાજા ઘરમારાજ જાંગુ (રે.લકડાસર ગામ, તા.શેડવા, જી.બાઢમેર,
રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. ટ્રકચાલકની પૂછપરછ કરતા તેને જયપુર-દિલ્હી હાઈવે પર તેના શેઠે ટ્રક આવેલો હોય અને ગુજરાતમાં આવી ફોન કરવાનું જણાવ્યુ હોવાથી કબૂલાત આપતા પોલીસે દારુ મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ