ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.ને રાષ્ટ્રીય દરજ્જો

- ગુજરાતને ગૌરવ અપાવતું લોકસભામાં બિલ પસાર

ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો કેન્દ્ર સરકાર દ્વારા દરજ્જો અપાયો છે. જેનું વડું મથક ગાંધીનગરમાં રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા સો ટકા ગ્રાન્ટ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને ફાળવવામાં આવશે. દેશ-વિદેશમાં ઓફ-કેમ્પસ સેન્ટર તથા ઓફ-શોર કેમ્પસની સ્થાપના થકી ફોરેન્સિક સાયન્સના શિક્ષણ, રિસર્ચ, ટ્રેનીંગ અને ક્ધસલ્ટન્સીંગનો વ્યાપ દેશ અને દુનિયામાં ફેલાવવા આ યુનિવર્સિટીની ભૂમિકા પાયારૂપ બનશે. આ બાબતે મુખ્યમંત્રી અને ગુહ રાજ્યમંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી હતા
ત્યારે દીર્ઘ દ્રષ્ટિ પૂર્વક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધે તે માટે ગુજરાતમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યની આ યુનિવર્સિટીએ દેશ-વિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવી છે. ત્યારે ગુજરાતની આ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ આજે લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડીએ રજૂ કર્યુ હતું અને લોકસભામાં પસાર કરાયું હતું. જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર 100 ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે.

ફોરેન્સિક સાયન્સ એટલે અપરાધીઓનો આખરી ટેસ્ટ
મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત ફોરન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના એ ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી



અને હાલના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે, જેની સ્થાપનાનો મૂળ હેતુ દેશ અને દુનિયામાં ફોરેન્સિક સાયન્સનાં તજજ્ઞોની કમીને પહોંચી વળવા માટેનો હતો. સમયાંતરે ફોરેન્સિક
સાયન્સનાં તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડિલિવરી સીસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થા હોવી જોઈએ એ વિચાર સાથે જીએફએસયુની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મૂળ હેતુ ફોરેન્સિક સાયન્સ અને તેના સ્પર્શતા અન્ય વિષયો જેવા કે સાયબર ક્રાઈમ, ડીજીટલ ફોરેન્સિક, બીહેવીરલ સાયન્સ વગેરેમાં શિક્ષણ, ટ્રેનીંગ, રીસર્ચ અને ક્ધસલ્ટન્સી પૂરી પાડવી છે. માત્ર 10 વર્ષના ટૂંકા સમયગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં 10,000થી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુન્હા સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની ભૂમિકા અને યોગદાનને ધ્યાને લેતા તેને કેન્દ્રીય કક્ષાએ આગળ વધારવી આખાય દેશનાં પરિપ્રેક્ષ્યમાં જરૂરી હોય પ્રધાનમંત્રીએ આ યૂનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટીનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, ૠજઋઞ એ 58 દેશો સાથે ખઘઞ કર્યા છે. જે અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. એ જ રીતે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ મ્યાનમાર, માલદિવ, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, ત્રિનીદાદ અને ટોબેગો જેવા દેશમાં જ્ઞરર-તવજ્ઞયિ કેમ્પસ સ્થાપવાની અનેક દરખાસ્તો આ યુનિવર્સિટી પાસે આવે છે.





રિલેટેડ ન્યૂઝ