ગુજરાતમાં 11 મહિનમાં 1 લાખ કરોડનું મૂડીરોકાણ

રોકાણમાં ગુજરાત દેશનું પ્રથમ રાજય: ઓરિસ્સાનો બીજો નંબર

ગુજરાત સહિત દેશ અને દુનિયામાં વર્ષ 2019થી કોરોનાની મહામારી શરૂૂ થઇ તે છતાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં કોઈ પીછેહઠ જોવા મળી નથી. બલ્કે વર્ષ 2020ને બાદ કરતાં વર્ષ 2021માં તો ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ મેળવવામાં તેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. વર્ષ 2019માં ગુજરાતમાં 1518861 કરોડનું કુલ મૂડીરોકાણ નોંધાયું હતું. જ્યારે વર્ષ 2020માં કોરોનાની અસર વર્તાઈ હતી અને આ વર્ષ દરમ્યાન રાજ્યમાં માત્ર 34866 કરોડનું મૂડીરોકાણ થયું હતુ. વર્ષ 2021ના જાન્યુઆરીથી નવેમ્બર માસ સુધીના 11 માસમાં ગુજરાતમાં 100656 કરોડનું મૂડીરોકાણ નોંધાયું હતું. દેશમાં વિવિધ ક્ષેત્રે મૂડીરોકાણ મેળવવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે 72005 કરોડના રોકાણ સાથે ઓરિસ્સાનો નંબર બીજો રહ્યો હતો અને ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતના કાયમી હરીફ ગણાતા મહારાષ્ટ્રમાં રૂૂ. 45068 કરોડનું રોકાણ થયું હતું અને તેનો ત્રીજો નંબર રહ્યો હતો.
ઓક્ટોબર-2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયાં બાદ તેમણે
વર્ષ 2003થી પ્રથમવાર ગુજરાતમાં બહોળાપાયે મૂડીરોકાણ મેળવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂૂઆત કરી હતી. તે વખતે વિપક્ષી આકરી ટીકા વચ્ચે પણ તેમણે દર બે વર્ષમાં એકવાર આવી સમિટનું આયોજન કર્યુંહતું. જેની પાછળ સરકાર તરફથી હંમેશા એવી દલીલ થતી રહેતી હતી કે આવી સમિટમાં જેટલી રકમના રોકાણ માટે એમઓયુ કરાયા હોય તેના 50-60 ટકા પણ અમલીકરણમાં જાય તો તે રાજ્ય માટે તો નફો એટલો વકરો સમાન સાબિત થાય
છે.
ભારત સરકારે જારી કરેલી વિગતો મુજબ ગત વર્ષ 2019માં આખા દેશના તમામ રાજ્યોમાં કુલ રૂા. 1796552 કરોડનું મૂડીરોકાણ કરવા માટેના પાર્ટ-બી ભરી દેવાયા હતા અર્થાત આટલી રકમ માટેનું મૂડીરોકાણ નોંધાયું
હતું. એમાંથી ગુજરાત મ એકલામાત્રમાં રૂા. 1518861 કરોડનું 1 મૂડીરોકાણ થયું હતું.

2019થી 2021 સુધી દેશના
ટોપ 10 રાજયોમાં મૂડીરોકાણ
રાજયો 2019 2020 2021
ગુજરાત 15188861 34866 100656
ઓરિસ્સા 47435 28954 72005
મહારાષ્ટ્ર 34190 33755 45068
છત્તીસગઢ 14345 73567 16424
તામિલનાડું 2860 1184 13406
ઉત્તર પ્રદેશ 6162 14177 10637
મધ્યપ્રદેશ 11335 5275 10637
આંધ્ર પ્રદેશ 34696 9840
9936
રાજસ્થાન 12258 5917 7353
કર્ણાટક 21984 6565 6168
દેશમાં કુલ 1796552 233969 318375

રિલેટેડ ન્યૂઝ