ગાંધીનગરની કચેરીઓ લાંચિયા ભ્રષ્ટ અધિકારીઓના અડાઓ

રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળ આગ બબુલા

રાજકોટ શહેર જિલ્લા વાલીમંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્ર સિંહ ઝાલા, ધીરુભાઈ ભરવાડ, એડવોકેટ નયનભાઈ કોઠારી, સરલાબેન પાટડીયા, જીગ્નેશભાઈ વાગડિયા, હિતાક્ષીબેન વડોદરિયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં શહેર-જિલ્લાની શિક્ષણ કચેરીઓ કે રાજ્યની ગાંધીનગર ખાતેની કચેરીઓમાં ગાંધીછાપ વગર કામો કરવામાં આવતા નથી. રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત શિક્ષણ શિક્ષણનો વાતો કરનારી સરકારમાં સર્વ શિક્ષા અભિયાનના ઇજનેર વિપુલ ચંદ્રવદન ચોકસીની સમી તાલુકામાં હોસ્ટેલ અને બાલિકા વિદ્યાલય ના ઓરડાના કામ સબબ કોન્ટ્રાક્ટર પાસેથી 1.21 લાખની લાંચની રકમ લેતા એસીબીએ ધરપકડ કરી છે.
ત્યારબાદ એસીબી દ્વારાતપાસ કરાતા તેના લોકરમાંથી 2.27 કરોડની માતબાર ની રોકડ રકમનો દલ્લો મળી આવ્યો હતો. રાજકોટમાં પણ અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરી લાંચમાં સપડાયા હતા એટલે રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત શિક્ષણનો
પરપોટો ફૂટી ગયો છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે ભ્રષ્ટાચારીઓ બેલગામ બની ગયા છે ત્યારે આ શું અચ્છે દિન ની નિશાની છે ! વિપુલ ચોકસીના ખાતામાં પણ જ્યારે કરોડો રૂપિયાની રોકડ રકમ મળે ત્યારે આવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ શાસકોનો ઇશારે કામ કરતા હોય એવું સ્પષ્ટ જણાય છે. રાજ્યમાં ખાનગી શાળાઓને દલાલી કરતી સરકાર શિક્ષણમાં ભ્રષ્ટાચાર નાબુદ કરી શકી નથી. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ પણ કટકટાવતા હોય અને જ્યારે વાડ જ ચીભડાં ગળતી હોય અને ગાંધીનગરની કચેરીઓ પણ આમાં સંડોવણી હોય ત્યારે ન્યાય મળવાનો સવાલ જ ક્યાં છે ?

રિલેટેડ ન્યૂઝ