ગાંધીધામમાં મીઠા ઉત્પાદકો પર આઈટીના દરોડા: રોકડ-લોકર સીઝ

ડઝનથી વધુ સ્થળે ચાલતો તપાસનો ધમધમાટ

ગાંધીધામમાં મીઠા ઉત્પાદકોને ત્યાં રાજકોટ અમદાવાદ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશનની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા.મીઠા ઉત્પાદકના પાયોનિયર આ ઉપરાંત જમીન મકાન તેમજ એજ્યુકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા નીલકંઠ ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે.
નીલકંઠ ગ્રૂપના માલિકના વ્યવસાયિક એકમો તેમજ તેમના ભાગીદાર, તેઓના
રહેણાક સ્થળ મળી કુલ એક ડઝનથી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી છે. મંગળવારે સવારથી શરૂ થયેલી તપાસ આખી રાત ચાલી હતી. તપાસ દરમિયાન મળી આવેલ બેન્ક લોકર અને રોકડ રકમ સીઝ કરવામાં આવી છે.
તપાસનીશ
અધિકારીએ જણાવ્યું હતું કે, નીલકંઠ ગ્રૂપના માલિક અરજણભાઈ કાનગડ, શામજીભાઈ કાનગડ અને તેજાભાઈ કાનગડ છેલ્લા ઘણા વખતથી ટેક્સચોરી કરતા હોવાની ફરિયાદ મળી હતી ત્રણ મહિના ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી હતી આ બાબત સાચી સાબિત થઈ હતી.અમદાવાદ ઓફિસમાંથી દરોડા પાડવાની મંજૂરી મળતા મંગળવારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે જે કબજે લેવામાંઆવ્યા છે. આ તપાસ શુક્રવારે પૂરી થવાનો અંદાજ છે. તપાસ માટે અમદાવાદ ટીમની મદદ લેવામાં આવી હતી. આ દરોડા રાજકોટ કે જામનગર હોવાની ચર્ચા હતી અને કેટલાક કરચોરોએ પોતાના કાળાં નાણાં અને વ્યવહારો
સગેવગે કરવામાં લાગી ગયા હતા. મંગળવારે શરૂ થયેલી તપાસ શુક્રવારે પૂરી થશે.
લાંબા સમય બાદ રાજકોટ આવકવેરાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં પણ
તપાસ ચાલુ રહેશે અને કાળાનાણાના વ્યવહારો કરનારા પર ધોંસ બોલાવશે. આઇટીના કચ્છમાં દરોડા બાદ તપાસ હજુ લાંબી ચાલશે. ત્યારબાદ સંલગ્ન વેપારીઓ પર તવાઇ ઉતરે તેવી સંભાવના હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ