કોવિડ હોસ્પિટલોમાં ખાલી બેડ ઘટ્યા દિવાળી પછી 185 દર્દીઓ વધી ગયા

કોરોનાના વધતા સંક્રમણથી હોસ્પિટલો ફરી ભરાવા લાગી

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે અને એક સમયે ખાલી થતી કોવિડ હોસ્પિટલો ફરીથી દર્દીઓથી ભરાવા લાગી છે. રાજકોટ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં દિવાળી પછી નવા 185 દર્દીઓ વધી ગયા છે. આજની તારીખે કોવિડ હોસ્પિટલોમાં કુલ 2562 બેડ સામે 1906 બેડ ખાલી છે. જ્યારે 656 બેડ ભરેલા છે.
રાજકોટ
જિલ્લામાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. શહેર તથા જિલ્લામાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામાન્ય લક્ષણોવાળા લોકો હોમ આઇસોલેટ થઈ રહ્યા છે પરંતુ તીવ્ર લક્ષણોવાળા દર્દીઓ હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે. દિવાળી પછીના 15 જ દિવસમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 185 નવા દર્દી ભરતી થયા છે.નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાના જણાવ્યા મુજબ, આજની તારીખે જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલોમાં 1496 બેડ છે, તેમાંથી 236 બેડ ભરેલા છે જ્યારે 1260 બેડ ખાલી છે. તો ખાનગી હોસ્પિટલોમાં 1066 બેડ છે, તેમાંથી 420 બેડ ભરેલા છે જ્યારે 646 બેડ ખાલી છે.નોંધનીય છે કે, દિવાળી પહેલાં 11 નવેમ્બરે જિલ્લાની કોવિડહોસ્પિટલોમાં 2170 બેડ ખાલી થઈ ગયા હતા. એ પછી જોઇએ તો 20મી નવેમ્બરે 2091 બેડ ખાલી હતા.
મતલબ કે દિવાળી પછીના પાંચ જ દિવસમાં 79 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં ભરતી થયા હતા. એ પછી પ્રાઇવેટ અને સરકારી
હોસ્પિટલમાં દર્દીઓ વધતા રહ્યા છે અને ખાલી બેડ ઘટતા રહ્યા છે. 25-11ના રોજ કોવિડ હોસ્પિટલોમાં 1977 બેડ ખાલી હતા. જ્યારે 26-11ના રોજ 1971 બેડ ખાલી હતી. આજની તારીખે 1906 બેડ ખાલી છે. આમ હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે અને ખાલી બેડ ઘટી રહ્યા છે.

કઈ હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી
હોસ્પિટલ કુલ બેડ ખાલી બેડ
પીડીયુ - 590 403
સમરસ ઉઈઇંઈ - 560 560
ઊજઈંઈ - 41 41
કેન્સર હોસ્પિટલ - 192 192
જઉઇં ગોંડલ - 54 33
જઉઇં જસદણ - 24 14
જઉઇં ધોરાજી - 35 17
ખાનગી
હોસ્પિટલો - 1066 646

રિલેટેડ ન્યૂઝ