સ્કૂલ અને કોલેજોની ફી ઘટાડવા માટે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી હતી
છેલ્લા વર્ષ બાદ હવે પહેલા, બીજા વર્ષની કોલેજો પણ શરૂ થવાની છે ત્યારે ફી ઘટશે કે નહીં તે
અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથીરાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજમાં ફી કેટલી ઘટાડવી તેનો નિર્ણય કરવા માટે શિક્ષણ
વિભાગ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ હજુસુધી કોઇ નિર્ણય કર્યો નથી આશ્ચર્યની વાત એ કે હવે કોલેજો શરૂ થવાનો સમય આવ્યો છે આમછતાં ફીમાં ઘટાડો થશે કે નહી તેની સત્તાવાર કોઈ જાહેરાત થઇ શકી નથી. રાજયમાં કોરોના મહામારીના કારણે ગત માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ધંધા રોજગાર ઠપ્પ થતાં વાલીઓ ફી ભરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી શાળા અને કોલેજોમાં ફી ઘટાડવા માટેની માંગણી ઉઠી હતી. જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગે શાળા અને કોલેજોમાં ફી ઘટાડવાનો નિર્ણય કરવા માટે કમિટીઓની રચના કરવામાં આવી હતી. સ્કૂલમાં 25 ટકા ફી ઘટાડો જાહેર કરી દેવામાં આવ્યો છે. જયારે કોલેજોમાં ફી ઘટાડવા માટે હજુસુધી કોઇ નિર્ણય જાહેર, કરવામાં આવ્યો નથી. મહત્વની વાત એ કે આગામી દિવસોમાં હવે ધીમે ધીમે કોલેજો શરૂ થવાની છે ત્યારે હજુ સુધી કોલેજોમાં ફી ઘટાડવામાં આવશે કે નહીં તેનો નિર્ણય થઇ શકયો નથી. ફી ઘટડવા માટે રચવામાં આવેલી કમિટી પાસે કઇ કોલેજની કેટલી ફી છે અને આવક-જાવક સહિતના કોઇ ડોક્યુમેન્ટ ન હોવાથી પહેલી બેઠક બાદ કોલેજો પાસેથી આ પ્રકારની ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પછી ખરેખર કમિટીએ પોતાનો અહેવાલ સરકારને સુપ્રત કર્યો કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતાં સુધી કરવામાં આવીનથી. શિક્ષણ વિભાગ દ્વારા કોઇ સ્પષ્ટતાં કે જાહેરાત કરવામાં આવી ન હોવાથી મોટાભાગની કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી જૂની ફી વસુલવાનું સારૂ કરી દીધુ છે. વાલીઓ પાસેથી પણ ફી ઘટાડા અંગે કોઇ સ્પષ્ટતાં ન હોવાથી આ ફી ભરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સૂત્રો કહે છે હાલમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ધીમે ધીમે પહેલા, બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ કોલેજો શરૂ કરવામાં આવશે. આ સ્થિતિમાં બીજા સેમેસ્ટરની ફી ભરવાની મુદત આવી ગઈ છે ત્યારે હજુ સુધી કોઈ નિર્ણય ન થતાં વાલીઓ દ્વિધાભરી સ્થિતિમાં મુકાયા છે.
.
કેટલીક યુનિવર્સિટીઓએ જાતે ફી ઘટાડી
શિક્ષણ વિભાગે કોલેજોની ફી ઘટાડવા માટે રચેલી કમિટીએ હજુસુધી કોઇ અહેવાલ જાહેર કર્યો નથી. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સહિતની કેટલીક યુનિવર્સિટીઓએ