કોરોના નાથવા કર્ફ્યૂની કડક અમલવારી: ભારે અંધાધૂંધી

બેકાબુ બનેલા કોરોનાને કાબુમાં લેવા રાજકોટ સાઈટ 20 શહેરમાં રાત્રીના 8થી સવારના 6 સુધીનું કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે ત્યારે આ કર્ફ્યુની કડક અમલવારી કરાવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ગત રાત એટલે કે પ્રથમ દિવસથી જ ડીસીપી, એસીપી, પીઆઇ સહિતનો કાફલો 8 વાગતા જ ગોઠવાઈ ગયો હતો શહેરના મુખ્ય મુખ્ય ચોક ખાતે બેરીગેટ રાખી રાત્રીના 8 પછી નીકળતા તમામ વાહનચાલકોને રોકી મોડું થવાનું કારણ પૂછી વ્યાજબી ન જણાય તો તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી 8 વાગ્યાના કર્ફ્યુનો લીધે વહેલા ઘરે પહોંચવા માટે લોકોમાં અંધાધૂંધી સર્જાઈ હતી નિયમ ભંગ ન કરવાઇચ્છતા હોવા છતાં ટ્રાફિકજામમાં ફસાઈ જતા લોકોને ના છૂટકે નિયમનો ભંગ કરવો પડ્યો હતો તેવા લોકો સાથે પોલીસે સહાનુભૂતિ પણ દર્શાવી હતી અને બને એટલું વહેલું ઓફિસેથી નીકળી કર્ફ્યુ પહેલા ઘરે
પહોંચી જવા વિનંતી કરી હતી કર્ફ્યુનો ડામવા તંત્ર સજ્જ છે સાથે લોકો પણ સાથ સહકાર આપે તે જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ