કોમ્યુનિટી હોલ સહિત વધુ 4 સ્થળે કોવિડ હોસ્પિ.ને મંજૂરી

ફાયર એન.ઓ.સી.નું પછી પહેલા કોરોના કાબુમાં લ્યો, આદેશ જારી

પારડી રોડ ઉપર આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા શરૂ
ટેસ્ટીંગ બુથ, ડોર ટુ ડોર ચકાસણી અને વેક્સિનેશન માટે વધુ સ્ટાફ ફાળવવાની તૈયારીઓ શરૂ

રાજકોટ શહેરમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. દર્દીઓથી હોસ્પિટલો ઉભરાવવા લાગી છે. હોસ્5િટલોમાં બેડની સંખ્યા નહિંવત હોવાને કારણે વધુ બેડની જરૂરિયાતો ઉભી થતાં તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોવિડમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સાથો સાથ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં પણ બેડની વ્યવસ્થા ઉભી કરી દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મેયર ડો.પ્રદીપ ડવે પ્રથમ પારડી રોડ ઉપર આવેલ અમૃત ઘાયલ એ.સી. કોમ્યુનિટી હોલમાં દર્દીઓને સારવાર ચાલુ કરાવવા માટે બેડ સહિતની વ્યવસ્થા શરૂ કરવાના આદેશ જારી કર્યા છે.
રાજકોટમાં મહામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હોસ્પિટલોમાં બેડ ખૂંટવા લાગ્યા છે. પરિણામે ખાનગી હોસ્પિટલોનું કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરણ કરવા વધુ 3
હોસ્પિટલોને કોવિડમાં રૂપાંતરણ કરવામાં આવી છે. અગાઉ આ પ્રકારની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો પ્રશ્ર્ન નડતરરૂપ હતો. પરંતુ, હવે લોકોની જાનહાની અટકે તે માટે ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકી ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, જે ખાનગી હોસ્પિટલનું કોવિડમાં રૂપાંતરણ થશે તે હોસ્પિટલના સંચાલકની તમામ જવાબદારી રહેશે. ફાયર એનઓસી ન હોય તો પણ ફાયર સેફ્ટીના સાધનો સાથે આગજનીનો બનાવ બને તેની પણ તમામ જવાબદારી હોસ્પિટલ સંચાલકની રહેશે. આજે શરૂ કરવામાં આવેલ 3 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે આગામી દિવસોમાં વધુ 5 હોસ્પિટલોને કોવિડમાં રૂપાંતરણ કરવામાં આવશે. જ્યારે એક સ્થળે વધુમાં વધુ બેડની વ્યવસ્થા થઈ શકે તે માટે મેયરે પારડી રોડ ઉપર આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવે તેવો આદેશ કરતાં કોમ્યુનિટી હોલ ખાતે બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મેયર ડો.પ્રદીપ ડવે જણાવેલ કે, હાલ રાજકોટમાં કોરોના સંક્રમણ ઘટાડવાની અને સાથો સાથ
કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળે તે બાબતે ગંભીરતાથી કામગીરી શરૂ કરવામાં આવી છે. વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. જ્યારે ટેસ્ટીંગ માટે અલગ અલગ વિસ્તારોમાં વધુ બુથ ઉભા કરવા માટે વિચારણા ચાલી રહી છે. જે એક બે દિવસમાં અમલમાં મૂકવામાં આવનાર છે. સામાકાંઠે આવેલ રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં પણ કોવિડના દર્દીઓની સારવાર માટે બેડની વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા ચાલી રહી છે. પરંતુ, કોવિડ હોસ્પિટલમાં એર ક્ધડીશનર હોવું જરૂરી હોવાથી રણછોડદાસજી કોમ્યુનિટી હોલ ખાતે એસી ફીટ કરવાનું કામ ચાલુ હોય આગામી દિવસોમાં કોવિડના બેડ ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવશે.


-->

લોકોનો જીવ પહેલા લગ્ન તો પછી પણ થશે: 25 લગ્ન બુકીંગ રદ્દ
કોરોના મહામારીમાં દર્દીઓને બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મેયર ડો.પ્રદીપ ડવે આજે પારડી રોડ ઉપર આવેલ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં દર્દીઓની સારવાર માટે બેડની વ્યવસ્થા કરવાના આદેશ જારી કરતાં શહેરના 25 મુરતિયાના લગ્ન ખોરંભે ચડ્યા છે. તા.24થી લગ્નગાળો શરૂ થતો હોય 25 પરિવારોએ પોતાના સંતાનોના લગ્ન માટે હોલ બુકીંગ કરાવ્યા છે. પરંતુ, કોમ્યુનિટી હોલનું કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરણ કરાતા તમામ 25 લગ્નના બુકીંગ રદ્દ કરવામાં આવ્યા છે અને સાથો સાથ આ પરિવારોને અન્ય હોલમાં વ્યવસ્થા થઈ શકે તે માટે એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે.

8 સ્થળે નવા ટેસ્ટીંગ બુથ ઉભા કરાશે
કોરોના મહામારીની બીજી લહેર ઘાતકી નિવડી રહી હોય તેમ દરેક વિસ્તારમાંથી પોઝીટીવ કેસ સતત નોંધાઈ રહ્યા છે. લોકો પણ હવે જાગૃત થયા હોય કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે બુથ ઉપર દોડી જવા લાગ્યા છે. હાલ શહેરમાં અનેક સ્થળે ટેસ્ટીંગ બુથ કાર્યરત છે પરંતુ, વધુ જરૂરિયાત ઉભી થતા રામાપીર ચોકડી ખાતે 1, મવડી સર્કલ ખાતે 1, સામાકાંઠે 2 અને કેકેવી ચોક ખાતે વધુ 1 ટેસ્ટીંગ બુથ સહિત 8 નવા બુથ ઉભા કરવામાં આવશે.
સીટી બસમાં મર્યાદિત પેસેન્જરો બેસાડાશે
રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણમાં સતત વધારો
નોંધાતા બીઆરટીએસ અને સીટી બસમાં મુસાફરોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર પ્રદીપ ડવના જણાવ્યા મુજબ, સીટીંગ વ્યવસ્થા મુજબ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે મુસાફરોને બેસાડવામાં આવશે. તેમજ દરેક બસમાં પેસેન્જરોને ઉભા રહેવા દેવાશે નહીં. આમ આવતીકાલથી બીઆરટીએસ અને સીટી બસમાં મુસાફરોને કઈ રીતે બેસાડવા તેના માટેની ચર્ચા હાથ ધરવામાં આવી છે. નિર્ણય આવ્યા બાદ તુરંત અમલવારી શરૂ કરવામાં આવશે.
શિક્ષકો હવે કરશે ડોર ટુ ડોર હેલ્થ ચકાસણી
કોરોનાને ખતમ કરવા તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે મનપાના મેયર ડો.પ્રદીપ ડવે જણાવેલ કે,
પરિસ્થિતી વણસી જતાં ઘરે ઘરેથી પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે. અમૂક લોકોને કોરોના થયો હોય છતાં ટેસ્ટીંગ નથી કરાવતા પરિણામે સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોય હાલમાં ચાલી રહેલ ડોર ટુ ડોર સર્વેની કામગીરી વધુ ઝડપી બનાવવા આવતીકાલથી આંગણવાડીની તમામ બહેનો અને શિક્ષકોને ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં જોઈન્ટ કરવામાં આવશે અને એકપણ ઘરમાં આરોગ્ય લક્ષી ચકાસણી ન રહી જાય તે માટે તમામ ઘરમાં ચકાસણી હાથ ધરી ડેટાબેઈઝ તૈયાર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ