કોઠારીયા સોલવન્ટમાં શખ્સની ધમાલ : કાર-બાઈકમાં નુક્સાન

મોડી રાત્રે નશાની ટેવ ધરાવતા શખ્સે અલ્ટો કાર અને બે એક્ટીવામાં લોખંડના પાઈપથી તોડફોડ કરી, આરોપીની ધરપકડ

શહેરની ભાગોળે આવેલા કોઠારીયા સોલવન્ટમાં નશાની ટેવ ધરાવતા શખ્સે ગત રાત્રે ધમાલ મચાવી શેરીમાં પડેલા અનેક વાહનોમાં પાઈપ અને પથ્થરના ઘા ઝીંકી તોડફોડ મચાવી ભારે નુક્શાન કર્યું હતું. કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મેહુલ હરજીભાઈ માલકીયા શખ્સે ગત મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં શેરીમાં પડેલા વાહનોમાં તોડફોડ મચાવી હતી જેમાં શેરીમાં પડેલી અનિરૂધ્ધસિંહ બહાદુરસિંહ પરમારની અલ્ટો કારમાં કાચ ફોડી નાખીપથ્થરના ઘા ફટકારી નુક્શાન કર્યું હતું જ્યારે ત્યાં નજીક પડેલા હરસુખભાઈના એક્ટીવાને પણ નીચે પાડી દઈ તેમાં લોખંડના પાઈપ ફટકારી નુક્શાની કરી હતી આ ઉપરાંત સતિષભાઈ મનસુખભાઈ લશ્કરીના
એક્ટીવાને પણ નીચે પછાડી દઈ બેલા ફટકારી નુક્શાન કર્યું હતું. બનાવને પગલે સ્થાનીકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પીસીઆર વાન દોડી ગઈ હતી અને તોફાન મચાવનાર મેહુલ હરજીભાઈ માલકીયાને પકડી પાડી પોલીસ સ્ટેશને લયઅવાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ