કોંગ્રેસ મને કામ આપતી નથી; હાર્દિકનો ઉકળાટ

કાર્યકારી પ્રમુખ બનાવ્યા બાદ હાર્દિક પટેલને કોંગ્રેસે એકલો કરી દીધો

મારો યોગ્ય ઉપયોગ કરવામાં કોંગ્રેસ હાઈકમાન્ડ નિષ્ફળ

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી પછી હવે 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન યોજાવાનું છે. આ પહેલા કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યુ કે, પાર્ટી તેને કામ નથી આપતી. જો પાર્ટીએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોત તો તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટમીમાં કોંગ્રેસની સ્થિતિ સારી થઇ શકતી હતી.
મહત્વપૂર્ણ છે કે મહાનગર પાલિકાની ચૂંટણીમાં
કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતું. કોંગ્રેસ સુરતમાં એક પણ બેઠક જીતી શકી નહતી જ્યારે રાજકોટમાં માત્ર 4 બેઠક મળી હતી. અમદાવાદમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન કઇ ખાસ રહ્યુ નહતું. મહત્વપૂર્ણ છે કે 28 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. હાર્દિક પટેલે કહ્યુ કે, જ્યારે હું કોંગ્રેસમાં જોડાયો હતો ત્યારે મને લાગતુ હતું કે પાર્ટી મારો યોગ્ય ઉપયોગ કરશે પરંતુ કોંગ્રેસનો પ્રદેશ હાઇકમાન્ડ તેમાં નિષ્ફળ રહ્યો છે. તમે મને જણાવો, 500 કિલોમીટરની પદયાત્રા કરવી છે અથવા એક દિવસમાં 25 બેઠક બોલાવવી છે. હું સતત પાર્ટીને કહી રહ્યો છું કે મનેકઇક તો કામ આપો.
હાર્દિક પટેલે જણાવ્યુ કે કોંગ્રેસે 19 ફેબ્રુઆરીએ યોજાનારી મોટી રેલી પહેલા તેને રેલીમાં સામેલ થવાની અપીલ કરી હતી પરંતુ તેમનો એક અઠવાડિયાનો કાર્યક્રમ પહેલાથી નક્કી હોય છે,
માટે તેણે આ રેલીમાં જવાનો ઇનકાર કરી દીધો હતો.
કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા ગડબડ કરવાની ધમકી બાદ આ રેલીને રદ કરવી પડી હતી. પાસને હાર્દિક પટેલે બનાવી હતી અને તે હજુ પણ તેનો
સભ્ય છે.

27 જાહેરસભા જાતે યોજી
હાર્દિક પટેલે કહ્યુ કે, તેણે અત્યાર સુધી 27 જનસભાને સંબોધિત કરી છે અને તેમાંથી કોઇનું આયોજન કોંગ્રેસ પાર્ટી તરફથી નહતું કરવામાં આવ્યુ, તેણે જાતે જ તેનું આયોજન કરાવ્યુ હતું. મહત્વપૂર્ણ છે કે 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. આ તમામમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. સુરતમાં તો કોંગ્રેસને એક પણ બેઠક મળી શકી નહતી જ્યારે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતવામાં સફળ રહી હતી.

રિલેટેડ ન્યૂઝ