કોંગ્રેસ દ્વારા ઢેબર ચોકમાં છેડાશે સાત દિવસ ઉપવાસ આંદોલન

વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા પોલીસ પાસે મંજુરી મંગાઈ

કોંગ્રેસ દ્વારા કોરોના સંક્રમિત થયેલા લોકોના નામ સરનામાં જાહેર કરવા અંગે ઉપવાસ આંદોલન માટે પોલીસ કમિશ્નર પાસે વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાએ મંજુરી માંગી છે આ ઉપવાસ આંદોલનમાં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા અને દંડક અતુલભાઈ રાજાણી જોડાશે.
રાજકોટ શહેરમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કોરોના સંક્રમીતોના નામ-સરનામાં જાહેર ન કરવા તા.27/07/2020 ના નિર્ણય લેવાયો છે ત્યારે આ નામો અને સરનામાં જાહેર નહી થાય તો રાજકોટમાં ગંભીર સ્થિતિ સર્જાય તેવી નગરજનોમાં ચર્ચા ઉઠી છે.
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીનીસંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તા.27/07/2020ના રોજ લેવાયેલા કોરોના મહામારીમાં સંક્રમીતોના (કોરોના દર્દી)ના નામ સરનામાં જાહેર ન કરવાનો જે નિર્ણય છે તે
તઘલખી નિર્ણય છે જે રાજકોટની પ્રજાના આરોગ્યના હિતની વિરુદ્ધ છે આ નિર્ણયથી એક સમયે સમગ્ર રાજકોટ કોરોના ગ્રસ્ત થઇ જવાની પૂરેપૂરી દહેશત છે તેથી આ નિર્ણયની વિરુદ્ધ લોકલાગણીને ધ્યાને રાખીને અમોને કોવિડ-19ની ગાઈડલાઈનમાં રહીને કોંગ્રેસના દ્વારા ફ્ક્ત ચાર પ્રતિનિધિઓને સાત (7) દિવસ ઉપવાસ માટે મંજૂરી આપવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પાસે માંગણી કરવામાં આવી છે.રિલેટેડ ન્યૂઝ