કેન્સર હોસ્પિટલ 16મી સુધી બંધ

હોસ્પિટલના ત્રણ કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા નિર્ણય

દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા, 17મીથી ફરી શરૂ કરાશે

રાજકોટમાં રૈયારોડ ઉપર હનુમાન મઢી પાસે આવેલ નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ (કેન્સર હોસ્પીટલ)ના ત્રણ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા કેન્સર હોસ્પીટલ આજથી તા.16 ઓગસ્ટ સુધી બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે અને આજથી જ ઓપીડી સહિતની તમામ સેવા બંધ કરી દેવામાં આવી છે.
કેન્સર હોસ્પીટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ચેકઅપ અને સારવાર માટે આવે છે પરંતુ ગઇકાલે કેન્સર હોસ્પીટલના દસ
કર્મચારીઓના સેમ્પલ લેવાયેલ તેમાંથી સાત કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પીટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા.
દરમ્યાન કોરોનાનું સંક્રમણ અટકાવવા કેન્સર હોસ્પીટલતા.16મી સુધી સંપૂર્ણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્સર હોસ્પીટલના વડા ડો. ગુપ્તાએ જણાવ્યું હતું કે, તા.16 ઓગસ્ટ સુધી કેન્સર હોસ્પીટલ સંપૂર્ણ બંધ કરવા નિર્ણય લેવાયો છે અને તા.17મી થી
પુન: ખોલવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે કેન્સર હોસ્પીટલમાં હાલ 4 દર્દીઓ દાખલ છે તેમને અન્ય હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે
જયારે હોસ્પીટલના અન્ય તમામ વિભાગો પણ તા.16મી સુધી બંધ કરી
દેવામાં આવ્યા છે.
હોસ્પીટલનું સંપૂર્ણ સેનીટાઈઝેશન કરાયા બાદ જ પુન: ખોલવામાં આવશે તેમ ડો. ગુપ્તાએ જણાવ્યું હતું.રિલેટેડ ન્યૂઝ