કાલે સીએમના કાર્યક્રમને લઈ કલેક્ટર તંત્ર દ્રારા તડામાર તૈયારીં

ધીરુભાઈ સરવૈયા હાસ્યની છોળો ઉડાવી મેદનીને જાળવી રાખશે

સુચિતના હુકમો આપવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ
રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સુચિત સોસાયટીના 300 જેટલા લોકોને તેમના મકાન નિયમીત થઈ ગયાની સનદ, દાવા-હકક પત્રો અપાશે. રાજકોટમાં તા.1/1/2001ની સ્થિતીએ અગાઉ 2827 મિલકતો નિયમીત કરીને લોકોને સનદ આપવામાં આવી હતી. એ પછી તા.1/1/2005ની સ્થિતીએ 2965 લોકોને તેમના મકાન નિયમીત થઈ ગયાની સનદ અપાઈ રહી છે. કુલ મળીને રાજકોટમાં 5792 દાવા-હુકમો મંજૂર થયા છે. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં દાવા-હુકમો મંજૂર થયા હોય તેવું રાજકોટ પ્રથમ શહેર છે.

style="text-align:center">ફિઝિકલ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે: ગઢવી
મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે પ્રાંત-1 અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, સીએમના કાર્યક્રમમાં જે વિવિધ
પ્રકારના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું જે સંયોજન થયું છે, તેનાથી જિલ્લામાં ફિઝિકલ તથા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે.તેમણે કહ્યું કે, કિસાન સૂર્યોદય માટે સબ સ્ટેશનના ખાતમુહૂર્તના લાભ ભવિષ્યમાં ખેડૂતોને મળશે. સાથે રેલવે બ્રિજનું લોકાર્પણ, રસ્તાના કામોથી રોડ ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. જેનાથી આર્થિક ગતિવિધિઓ વેગવાન બનશે. તેમણે ઉમેર્યું કે, વિચરતી-વિમુક્ત જાતિના લોકોને પ્લોટ, રાજકોટમાં સૂચિત સોસાયટીના લોકોને ઘરની સદન, ઉપલેટાના ડુમિયાળીમાં આઇટીઆઇ જેવા કાર્યોથી સોસશિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે. લોકોને રોટલો તો મળે છે પણ ઓટલાની ચિંતા હવે સરકારે કરી છે. કુલ મળીને આ વિકાસકાર્યોથી ઇકોનોમીને વેગ મળશે અને લોકોના જીવનધોરણમાં ગુણવત્તાયુક્ત સુધારો આવશે.
તેમણે ઉમેર્યુ હતું કે, આ કાર્યક્રમમાં વિવિધ સરકારી


વિભાગોનું સંકલન પણ પડકાર માગી લેતું કાર્ય હતું પરંતુ જિલ્લા કલેક્ટરની સૂચના તથા નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન મુજબ, ટીમ વર્કથી એ કાર્ય સારી રીતે કરી શક્યા છીએ.

રાજકોટ તા.20
રાજકોટમાં આવતીકાલે 21મી જાન્યુઆરીએ ડી.એચ. કોલેજમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને જિલ્લા વહવટીતંત્ર તડામાર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. સીએમના આગમન પહેલાં એકઠી કરાયેલી મેદની બપોરે કંટાળે નહીં તે માટે હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયા નવા જોક્સનું લોકાર્પણ કરીને લોકોને હાસ્યથી લાભાન્વિત કરશે.આ અંગે નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીના હસ્તે તાજેતરમાં સૂચિતમાંથી નિયમિત થયેલી સાત સોસાયટીના અંદાજે 300 જેટલા લોકોને દાવા પ્રમાણત્ર તથા પ્રોપર્ટીકાર્ડ એનાયત કરાશે. આ ઉપરાંત જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના માટે વિવિધ સબ સ્ટેશનોનું લોકાર્પણ કરાશે.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓના પ્રતિભાવો પણ મુખ્યમંત્રી જાણશે. સંકટમોચક યોજના અંતર્ગત 20 લાભાર્થીને રૂપિયા 10 હજારના ચેક અપાશે. જિલ્લાના જસદણ-વિંછિયા
તેમજ ગોંડલમાં વિચરતી વિમુક્ત જાતિના 340 જેટલા લાભાર્થીને 40-40 મિટરના પ્લોટ અપાશે.જિલ્લામાં જેટકોના 47.57 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં વાછરારોડ, ખારચિયા, રાવકી તથા આંબરડીમાં સબસ સ્ટેશન બનાવાશે. જ્યારે 29.07 કરોડના ખર્ચે બરવાળા, દેવડા, હડમતિયા, ગોખલાણામાં 66 કેવીના સબસ્ટેશનનું લોકાર્પણ કરાશે. ઉપરાંત જિલ્લાના ગોંડલમાં 11.51 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થશે. જસદણ નગરપાલિકામાં 57.36 લાખના ખર્ચે બનેલા રસ્તાના કામોનું લોકાર્પણ કરાશે.જિલ્લાના ઉપલેટાના ડુમિયાળીમાં 8.27 કરોડના ખર્ચે બનેલી આઇટીઆઇનું લોકાર્પણ કરવામાં આવશે. આમ કુલ મળીને જિલ્લામાં 80 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે.

રિલેટેડ ન્યૂઝ