કાલે ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન

સંવિધાન યાત્રામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાશે

રાજકોટ જીલ્લા અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડએ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, સંવિધાન યાત્રા સવારે 11.00 વાગ્યે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રેલી સ્વરૂૂપે ગોંડલમાર્કેટિંગયાર્ડ ખાતેબપોરે 12.00 કલાકે ભારતના બંધારણ વિષે વક્તાઓ સર્વ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ તેમજ ડો.આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યાવિશેષ ઉપસ્થિત રહેશે. આ સાથે જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જ્યોતિરાદીત્ય સિંહ જાડેજા , જીલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળિયા, ગોંડલશહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી તથા જીલ્લા ભાજપના હોદેદારો ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા અનુ.જાતી



મોરચાના મહામંત્રીઓ લાલજીભાઈ આઠું, મહેશભાઈ વાણીયા, અશોકભાઈ પીઠાભાઈ બથવાર, મંત્રીઓ ભરતભાઈ વાલાભાઈ લુણસીયા, કાનજીભાઈ લાલજીભાઈ પરમાર, હિરેનભાઈ આલાભાઇ દાફડા, કિશોરભાઈ હરિભાઈ જેઠવા,
ત્રિલોકબાપુ શામળદાસબાપુ, કોષાધ્યક્ષ ગૌરીબેન શૈલેશભાઈ પરમાર, ગોંડલ શહેર અનુ.જાતિ મોરચાના પ્રમુખ ચંદ્રેશભાઈ ચાવડા, મહામંત્રી વસંતભાઈ ગોરી, ગોંડલ તાલુકા અનુ.જાતી મોરચાના પ્રમુખ હરિભાઈ મયાત્રા, મહામંત્રી પોલાભાઈ ખીમસૂરીયા સહીતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જીલ્લા અનુ.જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ, મહામંત્રી લાલજીભાઈ આઠું તથા મહેશભાઈ વાણીયાએ જીલ્લાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા હાર્દિક અનુરોધ કરેલ છે.





રિલેટેડ ન્યૂઝ