કારખાનેદાર યુવાને આર્થિક ભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુ

કોરોના કાળમાં કારખાનું બંધ રહેતા દેવુ વધી જતા પગલુ ભર્યાનું ખુલ્યું

શહેરમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી હોય કોરોના કાળમાં સર્જાયેલી મંદીમાં અનેક પરિવારોના માળા પિંખાયા છે ત્યારે વધુ એક કારખાનેદારે આર્થિક ભીંસથી કંટાળી પોતાના કારખાનામાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું છે. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આવેલી આશાપુરા શેરીમાં રહેતા નિકુંજભાઈ હિતેશભાઈ ચાવડા નામનો 25 વર્ષનો યુવાન સોરઠીયાવાડી આવેલા પોતાના કારખાને હતો
ત્યારે સાંજના છએક વાગ્યાની આસપાસ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવાને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તેપૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. કોરોના કાળમાં કારખાનું બંધ
રહેતા કારખાનેદાર યુવાન દેવું વધી ગયું હતું જેના કારણે આર્થિક ભીંસમાં સંકળાયેલા કારખાનેદાર યુવાને પોતાના કારખાનામાં જ ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ