કરફ્યૂએ કર્યા ક્ધફ્યૂઝ: પ્રસંગ કેમ યોજવો? માર્ગદર્શન માટે કચેરીઓમાં લોકોના ધક્કા

કરફ્યૂ પાલન માટે તંત્રે બાંયો ચઢાવી પણ ઘણા પ્રશ્ર્નોના જવાબ નથી

પૂરતી ગાઇડ લાઇનના અભાવે લોકો-ધંધાર્થીઓમાં મુંઝવણ વધી

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂ જાહેર કરી દીધો છે અને કડક પાલન માટે તંત્રએ બાંયો ચઢાવી છે. પણ પૂરતી ગાઇડલાઇન કે માર્ગદર્શન વિના લોકો તથા ધંધાર્થીઓમાં મુંઝવણ વધી ગઈ છે. ખાસ કરીને લગ્ન લેવાઈ ગયા છે તો હવે પ્રસંગ કેમ યોજવો તે ઉપાધી થઈ પડી છે અને માહિતી મેળવવા માટે લોકો મામલતદાર સહિતની ઓફિસોમાં ધક્કા ખાઈ રહ્યા છે.
રાજ્ય સરકારે ગઈકાલે સાંજે
રાજકોટમાં આજે શનિવારથી અમલી બને તે રીતે રાત્રિ કરફ્યૂ જાહેર કરી દીધો છે. આ સાથે રાતે 9થી સવારે 6 સુધી બહાર નીકળવા પર મનાઈ ફરમાવી દીધી છે. અગાઉ છૂટછાટ આપ્યા પછી હવે રાતોરાત કરફ્યૂ લાદીને સરકાર કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહી છે. પરંતુ પૂરતી ગાઇડલાઇન વિના કરફ્યૂ જાહેર કરી દેવાતા અનેક નાગરિકો અને ધંધાર્થીઓ ચિંતામાં મુકાયા છે.
ખાસ કરીને, જેમના ઘરે લગ્ન પ્રસંગ છે,
તેવા લોકો ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. મહેમાનો આવી ગયા છે કે આવનાર છે ત્યારે કરફ્યૂના લીધે લગ્ન પ્રસંગ રાતે નવ વાગ્યે પૂરો પણ કરી દેવાય. પણ એ પછી આવતા જતાં મોડું થાય તો શું?
વળી, કેટલાક લોકોએ
રાત્રે જ લગ્ન યોજ્યા છે તો શું કરવું ? બહારગામ દૂર જાન લઈ જવાની હોય અને રાતે મોડું ઉપડવાનું હોય તો શું કરવું? જેવા અનેક સવાલોએ પ્રસંગ યોજનારા લોકોની મુંઝવણ વધારી દીધી છે. આ બધી ઉપાધીનો ઉકેલમેળવવા માટે લોકો મામલતદાર કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, તો કેટલાક લોકો અધિકારીઓને ફોન કરીને માર્ગદર્શન માગી રહ્યા છે.
વળી, લગ્ન પ્રસંગ તેમજ ઇવેન્ટ બિઝનેસ સાથે જોડાયેલા લોકોની પણ મુંઝવણ વધી
છે. લગ્ન પ્રસંગ કે ઇવેન્ટ રાતે નવ વાગ્યે પૂરી થઈ જાય પછી સામાન-વસ્તુઓની હેરફેર, માણસોને મૂકવા જવા સહિતના કામ કરવા પડી શકતા હોય છે. નવ પછી કરફ્યૂ જાહેર હોય તો આ બધા ધંધાકીય કામો કેમ સાચચવા તે ઉપાધિ ધંધાર્થીઓને થઈ પડી છે. કારણ કરફ્યૂ લાગુ થઈ ગયા પછી સરકારી તંત્રે તો પાલન માટે બાંયો ચઢાવી છે, પણ લોકડાઉન પછી માંડ હવે જ્યારે ધંધાની તક આવી ત્યાં અપૂરતી સ્પષ્ટતા સાથે લાગુ કરાયેલા કરફ્યૂએ ધંધાર્ધીઓની રોજગારી સામે અવરોધ ઊભો કરી દીધો છે.
આ બધા પ્રશ્નોના ઉકેલ માટે ધંધાર્થીઓ પણ મામલતદાર તથા કલેક્ટર કચેરીમાં આવી રહ્યા છે. જો કે પૂરતી ગાઇડલાઇન ન હોવાથી તંત્ર દ્વારા તેમને
યોગ્ય ઉત્તર આપી શકાતો નથી, અને ગાઇડલાઇનની રાહ જૂઓ તેવો જ જવાબ અપાય છે.

ગાઇડલાઇન વિના જવાબ કેમ આપવા? કર્મચારીઓ પણ મુંઝાયા
મામલતદાર તથા કલેક્ટર કચેરીના કેટલાક કર્મચારી-અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાઇડલાઇન વિના લોકોના સવાલોના જવાબ કેમ આપવા તે નક્કી કરી શકાતું નથી. કારણ આખરી ગાઇડલાઇનમાં જે નિર્દેશ આવે, તેના આધારે લોકોને કંઇક જવાબ આપી શકાય. પણ ત્યાં સુધી તો કરફ્યૂનું પાલન સલાહ અપાય છે.

રિલેટેડ ન્યૂઝ