કચ્છમાં હોટેલો, રિસોર્ટ, ઔદ્યોગિક એકમોમાં PGVCLના દરોડા

- રૂા.2.90 કરોડની વીજચોરી ઝડપાઈ

કચ્છ જિલ્લામાં સરકારી એકમોમાંથી ચોરી કરવી હોય તો મોકળુ મેદાન મળી રહે છે. વાગડથી આવતી નર્મદાના કેનાલમાં ખુલ્લેઆમ પાણી ચોરી કરવામાં આવે છે. તેમજ ભુજ સુધી આવતી પાઈપલાઈનમાંથી પણ કંપની અને ઉદ્યોગો દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોય છે. તેમજ ગેરકાયદે રીતે વીજ જોડાણો મેળવી વિદ્યુત ચોરી પણ કરવામાં આવે છે. અવાર નવાર અહેવાલો છતાં સ્થાનિક પીજીવીસીએલ દ્વારા ઘરેલું વપરાશના ધારકો સામે કાર્યવાહી કરીને મોટા માથાઓને છાવરી લેવામાં આવે છે. ત્યારે રાજકોટની કચેરી દ્વારા જિલ્લામાં આકસ્મિક દરોડા પાડી છપાટો બોલાવવામાં આવતાં 2. 90 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મુખ્ય તકેદારી અધિકારી અનુપમસિંહ ગહેલોતની સૂચનાથી જોઈન્ટ એક્ઝિક્યુટીવ ડાયરેકટર એચ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જીયુવીએનએલ બી.સી. ઠક્કર દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવીને રવિવારે જિલ્લામાં હાઈવે હોટલો, ઢાબા, મીઠાના અગર, કોલ્ડ સ્ટોરેજ, સ્ટોન માઈન, રિસોર્ટ વગેરે જગ્યાએ બાતમીના આધારે રાત્રીના દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં છ સ્થળોએ ગેરરીતિ જણાઈ આવતાં 2.90 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી. આગામી દિવસોમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ જોડાણની ચેકિંગનીકામગીરી યથાવત રહેશે તેવું જણાવાયું છે.અત્રે નોધનીય છે કે જે સ્થળોએ દરોડા પડ્યા છે. ત્યાં અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચુકયા છે. જેમ કે બનિયારીમાં મીઠાના એક અગરમાં દરોડો પડ્યો છે. પરંતુ
અહીં ધમધમતા મોટાભાગના અગરોમાં કયાંય કાયદેસર વીજ જોડાણો લેવાયા નથી. ટાવરમાંથી ગેરકાયદે વીજળી મેળવી મીઠાનો અગરો ધમધમી રહ્યા છે.તો માંડવીના વાંઢ ગામે બેન્ટોનાઈટના પ્લાન્ટમાં દરોડો પડાયો હતો. તાજેતરમાં અહીં એલસીબીએ દરોડો પાડીને ગેરકાયદે પથ્થરોના ખન્નો પર્દાફાશ કર્યો હતો. ત્યારે જ વીજચોરીની આશંકા સેવાઈ હતી. જે આ કાર્યવાહીમાં સાચી ઠરી હોય તેમ કરોડ રૂૂપિયાની વીજચોરી ઝડપાઈ છે. આ તરફ રણોત્સવમાં સીઝન શરૂૂ થતાં ગેરકાયદે રીતે હાઈવે અને ગામોમાં હોમ સ્ટે અને રિસોર્ટ ધમધમી ઉઠયા છે. જે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવાયા છે. ત્યારે સબક રૂૂપ બે રિસોર્ટમાંથી ર9 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. તમામ રિસોર્ટમાં કાર્યવાહી થાય તો કરોડો રૂપિયાની વીજચોરી માત્ર આ પંથકના રિસોર્ટમાંથી પકડાયા તેમાં કોઈ શંકાને સ્થાન નથી. નવાઈ વચ્ચે સરહદી જખૌમાં આવેલા આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાંથી પણ એક કરોડ રૂૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. સ્વભાવિક છે આ વીજ ચોરી લાંબા સમયથી ચાલતી હશે ત્યારે સ્થાનિક તંત્રનું કેમ ધ્યાન ન ગયું ? તે મુદ્દો પણ વિચારવા લાયક છે.

રિલેટેડ ન્યૂઝ