ઓમિક્રોન લહેર : સિવિલના ICU વોર્ડમાં 42 બેડ તૈયાર

પી.એમ.એસ.એસ.વાય બિલ્ડિંગ ખાતે અલાયદા વોર્ડમાં રખાશે ઓમિક્રોન સંક્રમિત - સિવિલ સુપ્રિટેન્ડન્ટ

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ માટે વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ દ્વારા હાલ બે આઈ.સી.યુ વોર્ડ માં 42 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. વેન્ટીલેટર સહીત તમામ સુવિધાઓ સાથેના બન્ને વોર્ડને સેનેટાઇઝ કરી ખાસ આઇસોલેટડ રાખવામાં આવ્યા છે. બંને વોર્ડમાં તમામ જરૂૂરી દવાઓ ઉપલબ્ધ રખાઈ છે.
પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓને આ વોર્ડમાં અલાયદા રાખવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું સિવિલસુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 6 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારની સૂચના મુજબ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ
માટે જરૂૂરી તમામ સુવિધા સિવિલ ખાતે ઉપલબ્ધ કરવા માર્ગદર્શક મિટિંગ યોજાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ