ઓમિક્રોન એલર્ટ: નાઇટ કફર્યુ અને માસ્કની કડક અમલવારી શરૂ, 63 લોકો દંડાયા

કોરોનાના નવા વેરિએન્ટના ઝડપી સંક્રમણને અટકાવવા સરકાર એકસન મોડમાં

માસ્ક ન પહેરનાર 16 લોકોને મેમો ફટકાર્યો, 52 વાહન ડીટેન

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની રાજયમાં પણ એન્ટ્રી થઇ ચૂકી છે. ધીરે ધીરે ખૌફ વધી રહ્યા છે. જમે પગલે રાજય સરકાર દ્વારા એલર્ટ જાહેર કરી ઝડપી સંક્રમણને અટકાવવા માટેના કડક અમલવારીની તૈયારી શરૂ કરી દીધી છે. રાજકોટમાં પણ પોલીસ તંત્ર દ્વારા ફરી નાઇટ કરફયુ અને માસ્કના નિયમોનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા નાઇટ કરફયુ અને માસ્કના નિયમોનો ઉલાળીયો કરતા 63 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 52 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરાયું હતું. બાદમાં કોરોના સંક્રમણ
હળવું પડતા લોકડાઉન હટાવી નાઇટ કરફયુનો નિયમ લાગુ કરાયો હતો. બીજી લહેર બાદ ેકસોમાં ઘટાડો થતા પોલીસે તંત્ર દ્વારા અમલવારી હળવી કરવામાં આવી હતી. પરંતુ કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશતવચ્ચે દેશમાં પણ ઓમિક્રોનના કેસો નોધાતા કેન્દ્ર સરકાર દરકતમાં આવી હતી અને ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતા રાજય સરકાર એલર્ટ થઇ ગઇ છે અને ઓમિક્રોનના ફેલાવાના અટકાવવા સરકાર દ્વારા કડક
અમલવારી કરવા આદેશો અપાયા છે.
રાજકોટ પોલીસ દ્વારા રાત્રિ કરફયુ અને જાહેરનામા ભંગ કરનારા લોકો અને માસ્ક ન પહેરી સંક્રમણને આમંત્રણ આપતા લોકો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી છે. શહેરના અલગ અલગ
પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે દરમિયાન પોલીસે નાઇટ કરફર્યુ અને જાહેરનામા ભંગના 63 કેસો કરાયા છે. જેમાં એ ડીવીજન બી ડીવીજન પોલીસ દ્વારા 15-15 કેસ, ભક્તિનગર પોલીસ દ્વારા 6, થોરાળા પોલીસ દ્વારા 6, આજીડેમના 5, પ્રનગરના 3, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસના 2-2, માલવીયાનગરના 7 અને તાલુકા પોલીસ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભક્તિનગર થોરાળા અને આજીડેમ પોલીસ દ્વારા માસ્ક પહેર્યા
વગર નીકળેલા 16 લોકોને માસ્કનો મેમો ફટકારવામાં આવ્યો છે તથા જાહેરનામા ભંગ કરનારના 11 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ