ઓગસ્ટમાં મુન્દ્રાથી વાડીનાર વચ્ચે શરૂ થશે રો-રો ફેરી સર્વિસ

24 ટ્રક લઈ જવાની ક્ષમતા હશે: હાઈ-વે ઉપર ટ્રાફિક ઓછો થશે

મોરબી, જામનગર અને રાજકોટનાં ઉદ્યોગને થશે ફાયદો

રાજકોટ,તા.21
સૌરાષ્ટ્ર અને દેશના સૌથી વધુ વ્યસ્ત રહેનારા મુન્દ્રા પોર્ટ ઉપરથી વાડીનગર સુધીની રો-રો ફેરી સર્વિસ આવતા મહીને એટલે કે ઓગષ્ટ મહીનાથી શરૂઆત થશે. આ રો-રો ફેરી સર્વિસથી મોરબીના સિરામીક,જામનગરના બ્રાસ અને રાજકોટ લોખંડ સહિતના અનેક ઉદ્યોગોને લાભ થશે. તથા ગુજરાતમાં શરૂ થનારી બીજી રો-રો ફેરી સર્વિસમાં એકી સાથે 24 જેટલા ટ્રક લઈ જવાની ક્ષમતા હશે. જેના કારણે હાઈવે ઉપર ટ્રાફિક પણ ઓછો થશે
અદાણી ગ્રુપ દ્વારા
સંચાલિત આ કાર્ગો વેસલને સર્વિસ શરુ કરવા માટે મોટાભાગની માન્યતાઓ મળી ચુકી છે. વાડીનારની માલિકી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પાસે છે. એક મહિના પહેલા બોર્ડ મીટિંગમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડને રો-રો જેટીનો ઉયોગ કરવાની મંજૂરી આપવામાં આવે.
વિશ્ર્વનીય સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાપ્ત જાણકારી અનુસાર, અદાણી એક ખાનગી
ફેરી ઓપરેટર સાથે મળીને કાર્ગો વેસલનું સંચાલન કરશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં ડીપીટીના ચેરમેન એસ.કે.મેહતાએ જણાવ્યું કે, અમને તમામ માન્યતાઓ આપવામાં આવી છે અને સંચાલનની મંજૂરી પણપ્રાપ્ત કરવામાં આવી છે. મુન્દ્રા અને વાડીનાર બન્ને પાસે કાર્ગો જેટી છે. આ મહિનાના અંત સુધીમાં અથવા તો આવતા મહિનાની શરુઆતમાં આ સર્વિસની શરુઆત થઈ જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડિરેક્ટરેટ
જનરલ ઓફ શિપિંગ તરફથી એક માન્યતા પ્રાપ્ત કરવાની બાકી છે, જે આગામી 10 દિવસમાં મળી શકી છે. આ રો-રો વેસલમાં 24 ટ્રકને લઈ જવાની ક્ષમતા હશે. સિરામિક, એન્જિનિયરિંગ, બ્રાસ, કેમિકલ અને ડિટર્જન્ટના એક્સપોર્ટ કાર્ગોને આ સર્વિસથી ઘણો લાભ થશે. એક અંદાજા પ્રમાણે મુન્દ્રા, મોરબી, રાજકોટ અને જામનગરથી દરરોજ લગભગ 500 જેટલી ટ્રક અવરજવર કરે છે. મુન્દ્રાથી જામનગર પહોંચવા 270 કિમી મુસાફરી કરવી પડે છે, પરંતુ જો રો-રો સર્વિસનો ઉપયોગ કરવામાં આવશે તો 53 કિમી મુસાફરી કરવી પડશે.

રો-રો સર્વિસને કારણે રોડ પરનો ટ્રાફિક પણ ઓછો થશે તેમજ વાહનોને કારણે થતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંચાલકીય સમિતીના સભ્ય આશિષ જોશી જણાવે છે કે, આ સર્વિસને કારણે ખર્ચમાં શું વધ-ઘટ થશે તેની અમને હજી જાણ નથી. મોરબી કેન્દ્રમાં છે, અને તેઓ કાર્ગોને રોડ માર્ગથી લઈ જવાનું પસંદ કરે કારણકે વાડીનાર અને મોરબી વચ્ચેનું અંતર 150 કિમી છે.

રિલેટેડ ન્યૂઝ