ઓક્સિજનની કિંમતમાં પણ વધારો, કોરોના સંકટમાં કંપનીઓની નફાખોરી

કોરોના મહામારી વચ્ચે કંપનીઓએ તક જોઈ ઘા માર્યો, સરકાર લાચાર ?

રૂા.160થી 170માં મળતા સીલીન્ડરના રૂા.285 થઈ ગયા ઉપરથી જીએસટીનો ડામ

ગુજરાતમાં કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતિને પગલે ઑક્સિજનની માંગ પણ વધી ગઈ છે. જેને જોતા ઑક્સિજન સપ્લાય કરતી કંપનીઓએ પણ ઑક્સિજન સિલિન્ડરની કિંમતમાં વધારો ઝીંક્યો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરીને સરકાર સમક્ષ માંગ કરી છે કે, ઑક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે ઑક્સિજન સિલિન્ડર મૂળ કિંમત પર
મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમીના સમાચારો મળી રહ્યાં છે. અગાઉ જે ઑક્સિજન સિલિન્ડરની કિંમત 160 થી 170 રૂપિયા હતી, જેની કિંમત વધારીને કંપનીઓએ 285 રૂપિયા કરી દીધી



છે. આટલું જ નહીં, આ કિંમત ઉપર પણ જીએસટી પણ ચૂકવવો પડે છે. આમ એક ઑક્સિજન સિલિન્ડર 316 રૂપિયામાં પડે છે. એવામાં સરકારે પૂરતા પ્રમાણમાં ઑક્સિજન મળી રહે તો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
કોંગ્રેસ
ધારાસભ્યએ મોરવા હડફ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને ગાંધીનગર મનપાની ચૂંટણીને પણ હાલ પૂરતી સ્થગિત કરવાની માંગ કરી છે. આ સિવાય રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ પર કોરોના સંક્રમિત દર્દીઓને નિ:શૂલ્ક સારવાર પૂરી પાડવાની માંગ કરી છે.





રિલેટેડ ન્યૂઝ