ઉપલેટામાં પરિણીત પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતાં યુવાનનું મોત

યુવતીને પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાઈ

ઉપલેટા શહેરના ધોરાજી રોડ પરના સાંઢિયા પુલ નીચે આવેલ રેલવે ટ્રેક પરથી એક અજાણ્યા યુવાન અને એક અજાણી યુવતી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આ અંગેની જાણ થતા 108 મારફત બન્નેને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર અર્થે ખસેડ્યા બાદ ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવતીને વધુ સારવાર અર્થે ઉપલેટાથી જૂનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે. આ અંગેની પોલીસની પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિઓ પરિણીત હોવાનું ખુલ્યું છે ત્યારે આ બન્નેએ શા માટે આ પગલું ભર્યું તે જાણવા માટે ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બન્ને વચ્ચે પ્રેમસંબંધની આશંકા પણ લોકોએ વ્યક્ત કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા શહેરના ધારોજી રોડ પર આવેલા
સાંઢીયા પુલ નીચે આવેલ રેલવે ટ્રેક પરથી કોલકી ગામના 25 વર્ષીય યુવાન પ્રવીણ ઉર્ફે પવો ગોવિંદભાઈ સોલંકી અને 25 વર્ષીય જ્યોત્સનાબેન બાલાભાઈ વાઘેલા ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આ



બાબતે તુરંત 108 ને જાણ થતા દોડી આવી હતી અને બન્નેને 108 મારફત પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે પ્રવીણને મૃત જાહેર કર્યો હતો. જ્યારે જ્યોત્સનાને વધુ સારવાર માટે
ઉપલેટા સિવિલ હોસ્પિટલથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.
આ અંગેની જાણ થતા રેલવે પોલીસ પણ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી ત્યારે ઝેરી દવા પીનાર જ્યોત્સના અને પ્રવીણ બંને પરિણીત
હોવાનું સામે આવ્યું છે તેથી બન્નેએ શા માટે આ પગલું ભર્યું તે અંગે ભારે ચર્ચા લોકોમાં ઉઠી છે પરંતુ હાલ તો સમગ્ર ઘટનાને લઈને ઉપલેટા પોલીસ દ્વારા વધુ ઊંડાણ પૂર્વક તપાસ શરૂૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





રિલેટેડ ન્યૂઝ