ઉપલેટામાં ખેડૂતે શેરડીનો વાડ સળગાવ્યો

બાર મહિનાની મહેનત બાદ પણ યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળતા જગતનોતાત લાચાર

દેશ ભરમાં લોકડાઉનને કારણે ઘણી ખરી ખેત પેદાશો જેવી કે બાગાયતી તેમજ વર્ષમાં એક જ વાર ઉપજ આપતી પેદાશો હજુ પણ ખેતરમાં પડી છે અને બગડી જવા પામી છે ત્યારે ખેડૂતોના હિત ને ધ્યાને રાખી ને સરકાર યોગ્ય પગલાં સાથે યોગ્ય સહકાર આપે તે જરૂરી છે. અન્ય પાકો વર્ષમાં બે વખત લેવાય છે. જ્યારે શેરડીનો પાક એવો છે જે વર્ષમાં એક જ વાર લેવામાં આવે છે. શેરડી એટલે ધરતી નું અમૃત કહેવાય છે અને તેનું ખૂબ મોટું વાવેતર રાજકોટ જિલ્લા ના ઉપલેટા પંથકમાં થાય છે. આ શેરડી માંથી અહીં ગોળ અને લોકોને ઉનાળા માટે ખાસ તેનો તાજો રસ પીવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ હાલ અત્યારે શેરડી તૈયાર થઈ ગઈ છે અને પાક ઊભો છે ત્યારે આ પાકમાં કામ કરનાર ખેત મજૂરો અન્ય રાજ્યો માંથી આવે છે પરંતુ લોકડાઉનને લઈને આ મજૂરો આવી શકતા નથી તેમજ શેરડીના ચિચોડાઓ પણ બંધ હતા જેથી આ શેરડી હાલ માત્ર ખેતરમાં જ ઉભી-ઉભી બગડી અને સુકાઈ જતી હતી જેથી આ શેરડીની ખેતી કરનાર ખેડૂતની ધીરજ ખૂટી ગઈ અને પોતે જે મહેનત કરી હતીતેમનું પરિણામ ન મળતા આ શેરડીના ઉભા પાકને સળગાવી દીધેલ છે. આ ખેડૂતનું કહેવું છે કે અમોએ અમારા સંતાનોને મજબુરીવશ અગ્નિદાહ આપ્યો હોઈ તેવું અમોને લાગી રહ્યું છે કેમ કે અમોએ આ શેરડીને પોતાના
સંતાનની જેમ ઉછેર્યા હતા પરંતુ આ ઉછેરીને મોટા કરેલ શેરડીના વાડની શેરડીને કાપવા માટે કોઈ પણ મજૂરો મળતા નથી ઉપરાંત અમો જાતે પણ હવે પહોંચી શકતા નથી. આ શેરડીના વાડને સાવ કાઢી નાખવા માટે પણ મજૂરો નથી મળતા જેથી આ ખેડૂતે ન છૂટકે આ શેરડીના પાકને કાઢવા માટે સળગાવી દીધેલ છે. આ ખેડૂતનું કહેવું છે કે અમોએ પોતાના હૃદય પર પથ્થર રાખીને આ પગલું ભર્યું છે કેમકે જીવતા જાગતા દીકરાને જેમ અગ્નિદાહ આપીએ તેમ અમારે મજબુરીવશ આ પગલું ભરવું પડ્યું છે. કેમ કે હવે આ જગતના તાત એવા ખેડૂતોની આર્થીક સ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ છે અને આવનારા સમય અને ખેત પેદાશો માટેના પાક લેવા માટે પણ આ શેરડીના પાકને ન છૂટકે સળગાવવો પડ્યો છે. ખેડૂતોનું કહેવું છે જો સરકારે અમને યોગ્ય સમયે મદદ કે સહાય કરી હોત તો અમારે આ અગ્નિદાહ કહી શકાય તેવું પગલું ન ભરવું પડત.

રિલેટેડ ન્યૂઝ